શોધખોળ કરો
બોલીવૂડની આ એક્ટ્રેસનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરી શું કહ્યું ? જાણો
એક સોશિયલ મીડિયા યૂઝર્સે તેને પોતાના ધ્યાન રાખવાની સલાહ આપતા જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
![બોલીવૂડની આ એક્ટ્રેસનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરી શું કહ્યું ? જાણો Actress Rachel white tested corona positive બોલીવૂડની આ એક્ટ્રેસનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરી શું કહ્યું ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/13020552/rachel-white.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: અભિનેત્રી રેચલ વ્હાઈટ કોરોના વાયરસથી સંક્રમિત છે. અભિનેત્રીએ ટ્વિટ પર આ વાતની પુષ્ટી કરી કે તે કોરોના વાયરસની ચપેટમાં આવી છે અને હાલ હોમ ક્વોરન્ટાઈન છે. રેચલએ ટ્વિટ કર્યું, 'હું કોવિડ-19 પોઝિટિવ છું. ઘરે જ ક્વોરન્ટાઈન છું. કૃપા કરી મારા માટે દુઆ કરો કારણ કે હું જલ્દી સ્વસ્થ થવા માંગુ છું.'
એક સોશિયલ મીડિયા યૂઝર્સે તેને પોતાના ધ્યાન રાખવાની સલાહ આપતા જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. એક અન્ય યૂઝર્સે લખ્યું, 'ચિંતા ન કરો, તમે જલ્દી સ્વસ્થ થઈ જશો.' અન્ય એક યૂઝર્સે લખ્યું, 'જલ્દી સ્વસ્થ થઈ જશો. યોગ્ય સાવધાની રાખજો.' રેચલ 'ઉંગલી' અને 'હર હર બ્યોમકેશ'માં પોતાના અભિનયના કારણે જાણીતી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલના દિવસોમાં હાઈ પ્રોફાઈલ કેસ સામે આવી રહ્યા છે. ગુરૂવારે રાત્રે મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર કોરોના પોઝિટિવ હોવાની વાત જણાવી હતી. બાદમાં એશ્વર્યા રાય બચ્ચન અને તેમની આઠ વર્ષની દિકરી આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સિવયા દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરના માતા અને તેમના પરિવારના ચાર સભ્યોને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)