શોધખોળ કરો
Advertisement
43 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ સ્કૂબા ડાઇવિંગ કરવા દરિયામાં ઉતરી ને પછી શું થયુ, જુઓ વીડિયોમાં.......
સુષ્મિતા સેનની આ પૉસ્ટ પર હજારોની સંખ્યામાં ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે. કૉમેન્ટમાં સુષ્મિતા સેનની ખુબ પ્રસંશા થઇ રહી છે
મુંબઇઃ બૉલીવુડની સૌથી હૉટ ગણાતી એક્ટ્રેસ માની એક સુષ્મિતા સેન હવે પોતાના એક વીડિયોને લઇને ચર્ચમાં છે, આ વીડિયોમાં તે સમુદ્રમાં સ્કૂબા ડાઇવિંગ કરવા ઉતરેલી દેખાઇ રહી છે. આ વીડિયો સુષ્મિતા સેને ખુદ શેર કર્યો છે. સુષ્મિતા સેન જલપરી બનીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે.
ખરેખર, એક્ટ્રેસ સુષ્મિતા સેન જલપરી બનીને સમુદ્રમાં સ્કૂબા ડાઇવિંગ કરવા ઉતરી હતી, સુષ્મિતા હાલ 43 વર્ષની છે અને તેને આ ઉંમરે સ્કૂબા ડાઇવિંગ કરવાનુ શરૂ કર્યુ છે. તે દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરવા ઉતરી અને પછી ધીમે ધીમે તે સ્કૂબા ડાઇવિંગ કરતા શીખી ગઇ હતી. તેનો આ વીડિયો શેર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં સુષ્મિતા સેને લખ્યું કે, 43 વર્ષની ઉંમરમાં સ્કિન ડાઇવ શીખી રહી છું, ક્યારેય પણ કોઇ વસ્તુ માટે મોડુ નથી થતુ... માત્ર એક સ્ટેપ અને પોતાના પરનો વિશ્વાસ કોઇપણ વસ્તુ કરવા માટે જરૂરી છે, ત્યારબાદ બધુ પોતાની મેળે થઇ જાય છે.... હું આ સમુદ્રમાં ત્યાં સુધી ડાઇવિંગ કરતી રહીશ જ્યાં સુધી હુ ડાન્સ કરવાનું ના શીખી જાઉં.
સુષ્મિતા સેનની આ પૉસ્ટ પર હજારોની સંખ્યામાં ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે. કૉમેન્ટમાં સુષ્મિતા સેનની ખુબ પ્રસંશા થઇ રહી છે. નોંધનીય છે કે, સુષ્મિતા સેન પોતાનાથી 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમન શૉલને લઇને પણ હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે. બન્ને વચ્ચે રિલેશનશીપ છે અને ટુંક સમયમાં લગ્ન પણ કરવાની વાત ઉડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement