અદિતીએ કહ્યું કે મેં હંમેશા ઈન્ડસ્ટ્રીમાં પાવરના દુરુપયોગ સામે અવાજ ઉઠાવ્યો છે. પરંતુ કોઈનું નામ નથી લીધું. નોંધનીય છે કે અદિતીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાત વર્ષ થઈ ચૂક્યાં છે. અદિતી રાવ હૈદરીએ ‘યે સાલી જિંદગી’થી ડેબ્યૂ કર્યું હતું.
2/5
અદિતીએ આગળ જણાવ્યું હતું કે, આ ઘટના પછી મને આઠ મહિના સુધી કામ નહોતું મળ્યું પરંતુ મને લાગે છે કે આ ઘટનાએ મને અંદરથી મજબૂત બનાવી હતી. હું સમજી ગઈ હતી કે મારે કેવી રીતે કામ કરવાનું છે.
3/5
અદિતીએ જણાવ્યું કે, મે સમાધાન કરવાની ના પાડી તો મારે કામ ગુમાવવું પડ્યું હતું. હું ખૂબ જ રડી હતી. મને કામ ગુમાવવા પર રડવું નહોતું આવ્યું પરંતુ મને રડવું એટલા માટે આવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં યુવતીઓને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે.’
4/5
અદિતી રાવ હૈદરીએ જણાવ્યું હતું કે, તેણે કાસ્ટિંગ કાઉચ સામે પ્રતિકાર કર્યો હતો અને જેના બદલામાં તેને નુકસાન ઉઠાવવું પડ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં અદિતીએ કહ્યું કે,’હું જ્યારે મુંબઈ આવી હતી ત્યારે મને ચાર જ મહિનામાં કામ મળી ગયું હતું. પરંતુ આ પછી મારે કાસ્ટિંગ કાઉચનો સામનો પણ કરવો પડ્યો હતો.’
5/5
નવી દિલ્હીઃ કાસ્ટિંગ કાઉચ મામલે વધુ એક બોલિવૂડ એકટ્રેસનું નામ સામે આવ્યું છે. બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર ફિલ્મ ભૂમી અને પદ્માવતમાં એક્ટિંગથી લોકોનું દીલ જીતનાર અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ કાસ્ટિંગ કાઉચ મુદ્દે અનેક ખુલાસા કર્યા છે. અદિતિ ફિલ્મ પદ્માવતમાં રણવીર સિંહની પત્નીની ભૂમિકા નિભાવી હતી.