શોધખોળ કરો
Advertisement
નેહા કક્કડ-આદિત્યએ લગ્ન કરી લીધા? આદિત્ય વરમાળા લઈને નેહાને પહેરાવવાની તૈયારી કરતો હતો પછી....
એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આદિત્ય શોના સેટ પર જ નેહાને વરમાળા પહેરાવી રહ્યો છે અને ફેરા ફરવાની તૈયારી કરી રહ્યાં છે.
મુંબઈ: છેલ્લા કેટલાંય દિવસોથી બોલિવૂડ સિંગર નેહા કક્કડ અને આદિત્ય નારાયણ પોતાના લગ્નની ખબરોને લઈને બહુ જ ચર્ચામાં છે. ‘Indian Idol 11’ના સેટ પર બંને એકબીજા સાથે ખુલ્લેઆમ ફ્લર્ટ કરતાં જોવા મળ્યાં છે. બંનેના માતા-પિતાએ પણ આ લગ્ન માટે મંજૂરી આપી દીધી છે. તમામ અફવા અને અનુમાનની વચ્ચે હવે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આદિત્ય શોના સેટ પર જ નેહાને વરમાળા પહેરાવી રહ્યો છે અને ફેરા ફરવાની તૈયારી કરી રહ્યાં છે.
આ વીડિયોમાં હવન કુંડ પણ બનાવવામાં આવ્યો છે અને પંડિત મંત્રોચ્ચાર કરી રહ્યા છે. જોકે હજુ તે સ્પષ્ટ નથી કે, આ લગ્ન ખરેખર થયા છે કે પછી શોના ફોર્મેટમાં દર્શકોના મનોરંજન માટે જ છે. વીડિયોમાં શોના જજ વિશાલ ડડલાની અને હિમેશ રેશમિયા પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો અંગે અમે પૃષ્ટિ કરતાં નથી.
આ એપિસોડ હજુ પ્રસારિત કરવામાં આવ્યો નથી. કહેવાઈ રહ્યું છે કે, 14 ફેબ્રુઆરી એટલે આજે આ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ અંગેની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જે ઈન્સ્ટાગ્રામ પર નેહા અને આદિત્યના ફેન પેજે શેર કરી છે. હાલમાં જ એક વેબસાઈટ સાથે વાત કરતા ઉદિત નારાયણે કહ્યું હતું કે, આદિત્ય અમારો એકમાત્ર પુત્ર છે. અમે તેના લગ્નની રાહ જોઈ રહ્યા છીએ. જો લગ્નની આ અફવા સાચી થાય છે તો અમે દુનિયાના સૌથી ભાગ્યશાળી મા-બાપ હોઈશું. પરંતુ આદિત્યએ આ અંગે અમને કંઈ પણ જણાવ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement