'કચ્ચા બાદામ' બાદ હવે 'કાલા અંગુર' ગીત થયું વાયરલ, જુઓ કાળી દ્રાક્ષ વેચતા વેપારીનો વીડિયો
સોશિયલ મીડિયા પર પાછલા દિવસોમાં કચ્ચા બાદામ ગીત ગાઈને મગફળી વેચતા એક શખ્સનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. જે બાદ તેના કચ્ચા બાદામ ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું.
સોશિયલ મીડિયા પર પાછલા દિવસોમાં કચ્ચા બાદામ ગીત ગાઈને મગફળી વેચતા એક શખ્સનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. જે બાદ તેના કચ્ચા બાદામ ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું. જો કે હવે, એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે જેમાં એક શખ્સ મજેદાર અંદાજમાં ગીત ગાતાં-ગાતાં દ્રાક્ષ વેચતો દેખાય છે. આ વીડિયો જોઈને લોકો પોતાનું હસવાનું નથી રોકી શકતા.
આ દિવસોમાં બજારમાં લોકો પોતાના સામાન વેચવા માટે ઘણા પ્રકારની ટ્રિક અજમાવતા જોવા મળે છે અને જેને જોઈને બધા આશ્ચર્યમાં મુકાય છે. થોડા દિવસ પહેલાં કચ્ચા બાદા અને કચ્ચા અમરુદ ગીત ઘણું વાયરલ થયું હતું. પણ હવે માર્કેટમાં એક નવો જ વીડિયો સામે આવ્યો છે જે વાયરલ થવાની પુરી શક્યતા છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેવા આ વીડિયોમાં એક શખ્સ પોતાની લારી પર બેઠા-બેઠા કંઈ ગાતો હોય તેવું સંભળાય છે. જોરથી બુમો પાડવાના અંદાજમાં આ શખ્સ દ્રાક્ષ વેચતો નજરે પડે છે. આ શખ્સ પોતાની દ્રાક્ષ વેચવા માટે ગીત પણ ગાય છે. કોઈ વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે. હાલ આ વીડિયોને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે. ઈંસ્ટાગ્રામ પર આ વીડિયોને હાલ લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ વેપારીના ફની અંદાજ અંગે પોતાના મંતવ્ય આપી રહ્યા છે.