આ બાજુ બાઈચુંગે કહ્યું છે કે, મારા માટે આ ઘણી સન્માનની વાત છે કે લોકો અહેસાસ કરે છે કે, મારી યાત્રા પડદા પર ઉતારવા લાયક છે. મને વિશ્વાસ છે કે આનંદ મારી કહાની માટે ન્યાય કરશે. હું સિક્કિમના એક નાના શહેરનો રહેવાસી છુ, પરંતુ ભારત માટે ફૂટબોલ રમવું મારૂ એકમાત્ર સપનું ન હતું. હું હંમેશા એક વ્યાવસાયીક ફૂટબોલ ક્લબનો માલિક બનવા માંગતો હતો અને મને લાગે છે કે, યૂનાઈટેડ સિક્કિમ સાથે મારૂ આ સપનું છે.
2/4
આનંદનું કહેવું છે કે, બાઈચુંગની યાત્રા એક આકર્ષક ફિલ્મ માટે તૈયાર થશે. તેણે પદ્મશ્રી જીત્યો છે અને કેટલાએ યુવાનો માટે તે એક આદર્શ મોડલ રહ્યો છે, જે ભારતીય ફૂટબોલની રમતનું પાલન કરે છે.
3/4
નવી દિલ્હીઃ ભારતમાં વિતેલા ઘણાં વર્ષોથી પોત પોતાના ક્ષેત્રના સ્ટાર ખેલાડીઓ પર બાયોપિક બનવાનો સિલસિલો જારી છે. હાલમાં જ ભારતીય સ્ટાર શટલ સાઈના નેહવાલ, શૂટર અભિનવ બિંદ્રા, બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ અને ભારતીય સ્ટાર મહિલા ક્રિકેટર મિતાલી રાજ પર બાયોપિક બનવાની જાહેરાત બાદ હવે આગામી નંબર ફુટબોલ સ્ટાર બાઈચુંગ ભૂટિયા પર બાયોપિક બનવા જઈ રહી છે.
4/4
તમને જણાવી દઈએ કે, ફિલ્મ મેકર આનંદ કુમાર બાઈચુંગ ભૂટિયા પર બાયોપિક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મમેકર આનંદ હવે એ શોધમાં છે કે, ભુટિયા પર બનવાવાળી આ બાયોપિક ફિલ્મમાં ડાયરેક્ટર અને લીડ એક્ટર કોણ હશે.