આ અગાઉ 52 વર્ષના શાહરૂખ ખાનની 22 વર્ષીય ઉર્વશી રૌતેલા સાથે અફેરની ચર્ચા ચાલી હતી.
2/5
ઉર્વશી રૌતેલા બૉલીવુડની હૉટ એક્ટ્રેસ છે, અને તેને 2015માં મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. ઉર્વશીએ 2013માં ડાયરેક્ટર અનિલ શર્માની ફિલ્મ સની દેઓલ સાથે ફિલ્મ સિંઘ સાહબ ધ ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે અહાન પાંડે ફેમસ એક્ટર ચંકી પાન્ડેનો ભત્રીજો છે.
3/5
આ મુલાકાત દરમિયાન ઉર્વશી રેડ ડ્રેસમાં હતી, જ્યારે અહાન સ્ટાઇલિસ ડ્રેસમાં કેપ પહેરેલો દેખાયો હતો. આ દરમિયાન ઉર્વશી તેના કાનમાં પણ કંઇક કહી રહી હતી અને અહાન પણ તેને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. બાદમાં બન્ને મીડિયાથી છુપાતા છુપાતા કારમાં બેસીને રવાના થઇ ગયા હતા.
4/5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 22 વર્ષની હૉટ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજકાલ તેનાથી નાના 20 વર્ષીય એક્ટર અહાન પાંડેને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ બન્નેને જુહુના સ્ટારબક્સમાં એકબીજા સાથે બેઠા હતાં.
5/5
મુંબઇઃ એકસમયે બૉલીવુડના દિગ્ગજ એક્ટર સાથે અફેરની વાતને લઇને ચર્ચામાં રહેલી હૉટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હવે ફરી મીડિયામાં આવી છે. છેલ્લા કેટલાય સમથી મોટા પડદાથી દુર રહેલી ઉર્વશી રૌતેલા અહાન પાંડે સાથે એકાએક સ્પૉટ થતાં ચર્ચાનો કેન્દ્ર બની છે.