શોધખોળ કરો
Advertisement
બચ્ચન પરિવારમાંથી માત્ર કોણ નથી થયું કોરોના સંક્રમિત, જાણો વિગત
અમિતાભ અને અભિષેક બચ્ચન કોવિડ-19 પોઝિટિવ આવ્યા પછી તેમના બંગલાને સેનિટાઇઝ કર્યા બાદ તેના ઘરની બહાર પોસ્ટર લગાવીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.
મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે બપોરે પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન અને આઠ વર્ષની પૌત્રી આરાધ્યા બચ્ચનનો પણ કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઐશ્વર્યા અને આરાધ્યા બંનેમાં કોરોનાના હળવા લક્ષણ છે. આ વખતે પણ જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ ટ્વિટ કરીને કહ્યું, શ્રીમતી ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા અભિષેક બચ્ચન પણ કોવિડ-19 પોઝિટિવ છે. શ્રીમતી જયા બચ્ચનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ છે. બચ્ચન પરિવાર ઝડપથી સ્વસ્થ થાય તેવી અમે આશા રાખીએ છીએ.
અમિતાભ અને અભિષેક બચ્ચન કોવિડ-19 પોઝિટિવ આવ્યા પછી આજે સવારે તેમના બંગલાને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. જે બાદ તેના ઘરની બહાર પોસ્ટર લગાવીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. નાણાવટી હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેન પ્રમાણે, અમિતાભ બચ્ચનની હાલત સ્થિર છે. તેમાં માઇલ્ડ લક્ષણો જણાયા છે અને હાલ તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.
બચ્ચનના બંગલા 'જલસા'ની આસપાસનો વિસ્તાર જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન, BMCએ લગાવ્યા બેનર
આ દિગ્ગજ અભિનેતાની માતાને થયો કોરોના, જાણો પરિવારમાં બીજા કોને કોને લાગ્યો ચેપ
DRSને લઈ સચિને ICCને કર્યુ સૂચન, કહ્યું- જો બોલ સ્ટંપ પર લાગે તો આઉટ આપવો જોઈએ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement