શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ અભિનેતાની માતાને થયો કોરોના, જાણો પરિવારમાં બીજા કોને કોને લાગ્યો ચેપ
અનુપમ ખેરે વીડિયો શેર કરીને લખ્યું, મારી માતને કોરોના થઈ ગયો છે. તેને કોરોનાના હળવા લક્ષણ છે. અમે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
મુંબઈઃ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ બોલિવૂડના વધુ એક દિગ્ગજ કલાકારના ઘરમાં કોરોના પહોંચ્યો છે. અનુપ ખેરની માતા અને પરિવારના અન્ય લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અનુપમ ખેરે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે.
અનુપમ ખેરે વીડિયો શેર કરીને લખ્યું, મારી માતને કોરોના થઈ ગયો છે. તેને કોરોનાના હળવા લક્ષણ છે. અમે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મારા ભાઈ, ભાભી અને ભત્રીજા પણ કોરોના સંક્રમિત છે. તેમને પણ હળવા લક્ષણો છે. મેં મારો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેં આ અંગેની જાણકારી બીએમસીને પણ આપી છે.
વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું, છેલ્લા થોડા દિવસોથી મારી માતા દુલારી દેવીને ભૂખ નહોતી લાગતી. તે થોડા દિવસોથી બરાબર જમતી નહોતી અને ઊંઘી રહેતી હતી. અમે ડોક્ટરની સલાહ પર તેનો બ્લડ ટેસ્ટ કરાવ્યો, જેમાં બધું ઠીક નીકળ્યું. જે બાદ ડોક્ટરોએ સીટી સ્કેન કરવાનું કહ્યું. જેમાં કોવિડ પોઝિટિવ માઇલ્ડ આવ્યું.
તેણે આગળ કહ્યું, સ્પષ્ટ વાત છે કે હું મારા ભાઈ સાથે હતો તેથી મેં અને મારા ભાઈ રાજુએ પણ તેમનું સીટી સ્કેન કરાવ્યું. જેમાં રાજુમાં કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળ્યા અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો. બાદમાં મેં તેના પરિવારને પણ કોરોના ટેસ્ટ કરાવવાનું કહ્યું. જેમાં મારી ભાભી અને ભત્રીજી કોરોના પોઝિટિવ આવ્યા, જ્યારે ભત્રીજાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. જે બાદ હું મારી માતાને કોકિલાબેન હોસ્પિટલ લઈ ગયો. મારા ભાઈ અને ભાભી ઘરે જ ક્વોરન્ટાઈન થઈ ગયા છે.
દેશના આ મોટા રાજ્યમાં આધાર કાર્ડ બતાવીને જ ખરીદી શકાશે કોરોનાની દવા, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય
બચ્ચનના બંગલા 'જલસા'ની આસપાસનો વિસ્તાર જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન, BMCએ લગાવ્યા બેનર
તેલંગાણામાં એમ્બ્યુલન્સના બદલે ઓટો રિક્ષામાં લઈ જવામાં આવ્યું કોરોના મૃતકનું શબ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement