મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારના ઈન્સ્ટાગ્રામ પર 2 કરોડ (20 મિલિયન) ફોલોઅર્સ થઈ ગયા છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચનને પાછળ રાખીને અક્ષય કુમાર ઈન્સ્ટાગ્રામ પર આગળ નીકળી ગયો છે.
2/4
અક્ષય કુમારની આ ઉપલબ્ધિ માટે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું હતું. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા આપવામાં આવેલા સ્મૃતિ ચિહ્ન સાથેની તસવીર શેર કરી હતી.
3/4
તસવીર શેર કરતાં અક્ષયે કુમારે લખ્યું, ઈન્સ્ટાગ્રામ વતી વધુ એક ગોલ્ડ મળ્યો. બોલિવૂડમાં 2 કરોડ ફોલોઅર્સ હોય તેવો પ્રથમ મેલ એક્ટર બની ગયો છું તેમ જણાવતાં ખુશી થાય છે. પ્રેમ માટે તમારા બધાનો આભાર.