શોધખોળ કરો
અનુષ્કા શર્મા બાદ હવે આ એક્ટ્રેસની 'જુડવા બહેન' આવી સામે, જોઈને તમે પણ ચોંકી જશો
નવી દિલ્હીઃ હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની ડુપ્લીકેટ અને અમેરિકન સિંગર અને સોંગ રાઈટર જૂલિયા માઈકલ્સની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. બન્નેના ફેન્સ જોઈને હેરાન રહી ગયા હતા. જોકે હવે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની હમશક્લે ચર્ચા જગાડી છે. તે માત્ર આલિયા જેવી દેખાતી જ નથી, પરંતુ આલિયાની એક્ટિંગ પણ કરે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઇને તમને પણ વિશ્વાસ નહીં થાય. આલિયાની જુડવા બહેન જેવી દેખાતી આ યુવતીનું નામ સનાયા છે. સનાયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આલિયાની આગામી ફિલ્મ 'ગલી બોય'નો એક ડાયલોગ બોલતી જોવા મળે છે. પહેલી નજરમાં તમે ઓળખી જ નહીં શકો કે આ આલિયા છે કે નહીં. જોકે, હાલ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ 'ગલી બોય'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2019ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ દ્વારા ટીવી અભિનેત્રી પૂજા ગૌડ પણ ફિલ્મી કરિયરની શરૂઆત કરશે. જુઓ વીડિયો....
View this post on Instagram
વધુ વાંચો





















