શોધખોળ કરો
તારક મહેતાનની દિ્પ્તી જાસૂસે અભિનયની દુનિયાનું કાળું સત્ય કર્યું હતું રજુ, ‘હું સ્ક્રિપ્ટ વાંચી રહી હતી ત્યારે તે મને....
ફિલ્મ નગરની ઝાકમઝોળની પાછળ કાસ્ટિંગ કાઉચનું કાળું સત્ય પણ સામેલ છે. અનેક વખત આ મુદ્દે દલીલો થઇ છે. આ મુદ્દે કેટલાક સેલેબ્સે તેના અનુભવો શેર કર્યાં છે.

આરાધના શર્મા
ફિલ્મ નગરની ઝાકમઝોળની પાછળ કાસ્ટિંગ કાઉચનું કાળું સત્ય પણ સામેલ છે. અનેક વખત આ મુદ્દે દલીલો થઇ છે. આ મુદ્દે કેટલાક સેલેબ્સે તેના અનુભવો શેર કર્યાં છે. સબ ટીવીમાં પ્રસારિત સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિપ્તી જાસૂસનો કિરદાર અદા કરનાર આરાધના શર્માએ શૂટિંગ સમયના કેટલાક કડવા અનુભવો શેર કર્યાં છે. આરાધના સ્પિલિટસવિલા 12ની કન્ટેસ્ટનન્ટ રહી ચૂકી છે. જો કે તેને અસલી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળી છે. આરાધનાએ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતા તેની સાથે થયેલી ગંદી હરકતનો અનુભવ શેર કર્યાં હતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન આરાધના શર્માએ તેમના સંઘર્ષના દિવસો યાદ કરતા કહ્યું હતું કે, તેમની સાથે કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો હતો. તેમણે કહ્યું હતું કે, એક કાસ્ટિંગ એજેન્ટે તેમની સાથે ગંદી હરકત કરી હતી. દિપ્તીએ કહ્યું હતું કે, આ ઘટનાથી તે ડરી ગઇ હતી અને તેમને કોઇ પર ભરોસો ન હતો થતો ત્યાં સુધી કે તે તેમના પિતા સાથે પણ અનક્મ્ફર્ટેબલ ફીલ કરવા લાગી હતી. મન સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો તેમણે કહ્યું હતું કે, “હું આ ઘટના ક્યારેય નહીં ભૂલી શકું આ બધું જ 4 વર્ષ પહેલા થયું હતું. હું પૂનામાં અભ્યાસ કરતી હતી. તેનાથી ખરાબ અનુભવનો સામનો મે રાંચીમાં કર્યો હતો આ સમયે હું રૂમમાં સ્ક્રિપ્ટ વાંચતી હતી ત્યારે એક શખ્સ મને અડકવાની કોશિશ કરતો હતો” મને લવ મેકિંગ સીનની સ્ક્રિપ્ટ કરી હતી આરાધનાએ આગળ કહ્યું કે, “મને સમજાતું ન હતું કે મારી સાથે શું થઇ રહ્યું છે. મને જે યાદ છે કે, મેં તેને ધક્કો મારી દીધો અને દરવાજો ખોલીને બહાર આવી ગઇ. મેં આ ઘટના વિશે લાંબા સમય સુધી કોઇ જ સાથે વાત ન હતી કરી. હું લવમેકિંગ સ્ક્રિપ્ટ વાંચી રહી હતી ત્યારે આ ઘટના મારી સાથે બની હતી.
વધુ વાંચો





















