શોધખોળ કરો
IPL સટ્ટામાં અરબાઝ ખાને ગુનો કબૂલ્યો, કહ્યું- હારી ગયો તો 2.75 કરોડ
1/4

મુંબઈ: IPLમાં કથિત રીતે સટ્ટાબાજીમાં સંડોવણી મામલે બોલિવુડ અભિનેતા અરબાઝ ખાને પોલીસ પુછપરછમાં સટ્ટો લગાવવાની વાત કબૂલ કરી લીધી છે. સુત્રોની જાણકારી મુજબ પોતાના ગુનાની કબૂલાત કરતા અરબાઝે કહ્યું તે બૂકી સોનૂ જાલાનને છેલ્લા પાંચ વર્ષથી ઓળખે છે. આ સાથે જ તેણે એ વાતનો પણ ખુલાસો કર્યો કે સટ્ટાબાજી કરવી તેના પરિવારને પસંદ નહોતી. પૂછપરછ પહેલા અરબાઝ ખાન મોટા ભાઈ સલમાન ખાનને મળવા બાન્દ્રા ખાતેના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો. બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલી. ક્રાઈમ બ્રાન્ચ થાણા જતા સમયે અરબાઝ સાથે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા અને વકીલ પણ હાજર હતાં.
2/4

પોલીસે તાજેતરમાં જ એક સટ્ટાબાજી રેકેટ પકડી પાડ્યું છે. તેમાં 42 વર્ષના એક બુકી સોનુ જાલાનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. સટ્ટા સાથે સંકળાયેલા તમામને પોલીસ શોધવા ચક્રોગતિમાન કર્યા છે અને પોલીસ ખાનગી રીતે તપાસ કરી રહી છે. થાણે ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ સોનૂ જલાનના ઘણા સેલિબ્રિટીસ સાથે સંબંધ છે જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.
Published at : 02 Jun 2018 12:41 PM (IST)
Tags :
Arbaaz KhanView More





















