વધુ એક કયા બોલિવૂડ સ્ટારનો કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, વીડિયો શેર કરી આપી જાણકારી
અભિનેતા મનોજ વાજપેયી અને રણબીર કપૂર બાદ બોલિવૂડ અભિનેતા આશિષ વિદ્યાર્થીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ દિલ્લીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બોલિવૂડના વધુ એક એક્ટર કોરોના સંક્રમિત થાય છે. મનોજ વાજપેયી, રણબીર કપૂર બાદ આશિષ વિદ્યાર્થીનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આશિષ વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કરીને ફેન્સને આ મુદ્દે જાણકારી આપી હતી.
વીડિયો શેર કરતા આશિષે જણાવ્યું કે, "છેલ્લા કેટલાક દિવસથી તબિયત ખરાબ થતાં મેં કોવિડનો રિપોર્ટ કરાવ્યો. આજે રિપોર્ટ આવી ગયો છે. હું કોરોના પોઝિટિવ છું. મારો હાલ દિલ્લીની હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે" આ સાથે આશિષે અપીલ કરી કે, 'મારી સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના ટેસ્ટ કરાવી લે"
આશિષે વીડિયોમાં કહ્યું કે, " મારે ફિલ્મના શૂટિંગના કારણે અનેક રાજ્યોમાં ફરવું પડ્યું હતું. ખૂબ જ સાવધાની રાખવા છતાં પણ હું કોરોના પોઝિટિવ થઇ ગયો. આપ સૌ પણ સતર્ક રહો અને કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તતાથી પાલન કરો.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો આશિષ વિદ્યાર્થી અનેક હિટ ફિલ્મમાં કામ કરી ચૂક્યાં છે.આશિષ ફિલ્મમાં વિલેનની ભૂમિકામાં જોવા મળે છે. તેમણે મૃત્યુદાતા, બાજી, યમરાજ, હસીના માન જાયેંગી, અર્જુન પંડિત, સરદાર વગેરે ફિલ્મોમાં શાનદાર પર્ફોમ્સ કર્યું છે.