શોધખોળ કરો
બાહુબલી-2ના ફર્સ્ટ લૂકનું મોશન પોસ્ટર થયુ રીલિઝ, જુઓ વીડિયો

મુંબઈ: એસએસ રાજામૌલીની આવનારી ફિલ્મ બાહુબલી-2ના ફર્સ્ટ લૂકનું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં પ્રભાસ છે. શનિવારે 18માં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના લિડ એક્ટર પ્રભાસના જન્મ દિવસના એક દિવસ પહેલા આ જાહેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં પ્રભાસનો આક્રમક લૂક જોવા મળે છે. જેમાં તેના હાથમાં તલવાર અને બીજા હાથમાં સાંકળ છે. બાહુબલી-ધી બિગીનિંગની સિક્વલ બાહુબલી-ધી કન્ક્લુઝનમાંકટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનો જવાબ છે. બાહુબલી-2 28 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થશે.
વધુ વાંચો





















