જ્હોનની આગામી ફિલ્મ પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણ જલદી રિલીઝ થવાની છે. આ ફિલ્મ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં વર્ષ 1998માં પોખરણમાં ભારતના પરમાણુ પરીક્ષણ પર આધારિત છે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને ભારતે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી.
2/3
મુંબઈ: બોલિવુડનો સ્ટાર જ્હોન અબ્રાહમ એકદમ સરળ જીવન જીવે છે. અન્ય અભિનેતાઓ સફળતા બાદ જ્યારે મોટા ભાગે મોંઘી કાર કે પછી લક્ઝ્યુરિયસ લાઈફ જીવતા હોય છે ત્યારે જ્હોન અબ્રાહમનું જોઈએ તો તે પોતાના અંગત જીવનમાં આવી ઝાકમઝોળથી ખુબ દૂર રહ્યો છે. હાલના દિવસોમાં જ્હોન પોતાની આવનારી ફિલ્મ પરમાણુના પ્રચારમાં વ્યસ્ત છે. આવામાં પોતાની લાઈફસ્ટાઈલ અંગે વાત કરતા જ્હોને કહ્યું કે તેની પાસે કોઈ બોડીગાર્ડ નથી.
3/3
મોડલિંગથી પોતાની કેરિયરની શરૂઆત કરનાર અભિનેતા જ્હોનનું કહેવું છે કે તે એક મિડલ ક્લાસ વ્યક્તિ છે અને ચમક દમકથી દૂર ખુબ સાધારણ રીતે જીવન જીવવામાં વિશ્વાસ ધરાવે છે. લોકોનું ધ્યાન ખેંચવા માટે મને બહાર જવું પસંદ નથી. મારી પાસે કોઈ બોડીગાર્ડ નથી. મારું જીવન ખુબ સાધારણ છે. હું કોઈ ઘડિયાળ પહેરતો નથી. મારી પાસે એક સાધારણ કાર છે. હું મધ્યમવર્ગનો માણસ છું અને જરાય ખર્ચાળ નથી. હું મારી શરતો પર જીવન જીવું છું અને મારી જીવનશૈલી ચમક દમકથી દૂર છે.