શોધખોળ કરો
બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાને પોલીસે કેમ મોકલ્યું સમન, જાણો શું છે સમગ્ર મામલો
શ્યામ હિલ્સ પોલીસ સ્ટેશનના પ્રભારી તરુણ રાટીએ કહ્યું કે, પ્યારે મિયાંએ ઈ-બ્લોક લેકવ્યૂ એન્કલેવ વેલફેર સોસાયટી નામથી એક નકલી સોસાયટી બનાવી હતી અને વેલફેરના નામે અલગ અલગ લોકો પાસેથી રૂપિયા એકત્ર કરી છેતરપિંડી કરી હતી.

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા રઝા મુરાદને કથિત ફ્રોડ મામલે પોલીસે સમન પાઠવ્યું છે. ભોપાલમાં શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશને બુધવારે રઝા મુરાદને નિવેદન નોંધાવવા સમન મોકલ્યું છે. તેનું નામ એક કથિત વેલફેર સોસાયટીના સભ્ય તરીકે સામે આવ્યું છે. આ સોસાયટી નકલી હોવાનું કહેવાય છે. પોતાના નિવેદનમાં રઝા મુરાદે કોઈપણ આવી સોસાયટી સાથે સંકળાયેલા હોવાની વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ઈ-બ્લોક લેકવ્યૂ એન્કલેવ વેલફેર સોસાયટી 68 વર્ષના પ્યારે મિયાના ઘર અને ઓફિસના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા બાદ વિવાદમાં આવી હતી. પ્યારે મિયા એક અખબારના માલિક અને સંપાદક તથા શ્યામલા હિલ્સના રહેવાસી હતી. 17 જુલાઈએ એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભોપાલ અને ઈન્દોરમાં છ સગીરા સાથે દુષ્કર્મ કરવાના અને છેતરપિંડી કરવાના આરોપમાં તેની શ્રીનગરની હોટલથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જેલમાં છે. શ્યામ હિલ્સ પોલીસ સ્ટેશનના પ્રભારી તરુણ રાટીએ કહ્યું કે, પ્યારે મિયાંએ ઈ-બ્લોક લેકવ્યૂ એન્કલેવ વેલફેર સોસાયટી નામથી એક નકલી સોસાયટી બનાવી હતી અને વેલફેરના નામે અલગ અલગ લોકો પાસેથી રૂપિયા એકત્ર કરી છેતરપિંડી કરી હતી. તેમણે કહ્યું, તપાસ દરમિયાન અમે જોયું કે તે સમયે સોસાયટીમાં આઠ સભ્યો હતા. જેમાં રઝા મુરાદ અને મિયાના પરિવારના 3 સભ્યો સામેલ હતા. રજા મુરાદને નિવેદન નોંધાવવા બોલાવાયો હતો. તેણે કહ્યું, સોસાયટી સાથે કોઈ સંબંધ નથી અને દસ્તાવેજ પર હસ્તાક્ષર નકલી છે. મુરાદે નક્લી હસ્તાક્ષર મામલે મિયાં સામે બુધવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો





















