શોધખોળ કરો
Advertisement
શૂટિંગ સમયે બોલિવૂડની કઈ અભિનેત્રીને પગે અને ઘુંટણે ઈજા થઈ? જાણો વિગત
અભિનેત્રી એલી અવરામે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો અને એમાં એક મેસેજ પણ લખ્યો છે. જેમાં તેણે પોતાના પગ અને ઘૂંટણની ઈજા વિશે માહિતી આપી છે.
મુંબઈ: કદાચ બધાંને વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘ચાઈના ગેટ’નું સુપરહિટ સોંગ ‘છમ્મા છમ્મા’ યાદ હશે. આ સોંગ ફરીથી રીક્રિએટ કરવામાં આવી રહ્યું છે. આ સોંગમાં અભિનેત્રી એલી અવરામ હોટ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. પરંતુ અભિનેત્રી એલી અવરામે પોતાની એક તસવીર શેર કરી છે અને એમાં તે ઈજાગ્રસ્ત જોવા મળી રહી છે.
બન્યું એવું કે અભિનેત્રી એલી અવરામે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો અને એમાં એક મેસેજ પણ લખ્યો છે. જેમાં તેણે પોતાના પગ અને ઘૂંટણની ઈજા વિશે માહિતી આપી છે. હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જ્યારે ચાહકો કોમેન્ટ્સ કરીને ખબર-અંતર પૂછી રહ્યા છે.
એલીએ લખ્યું હતું કે, ‘મારા પગ અને ઘુંટણની કહાની…. હળદરના કારણે આ તસવીર વધારે ડ્રામા જેવી લાગે છે. જે મારી મિત્રએ રાત્રે નારિયેળના તેલ સાથે મિક્સ કરીને લગાવી છે. હળદરને નારિયેળના તેલ સાથે મિક્સ કરીને ઈજા પર લગાવવાથી ઘા પર સારું રહે છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement