શોધખોળ કરો
Advertisement
પાયલ રોહતગીને મળ્યા જામીન, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
નેહરુ પર ટિપ્પણી કર્યા રવિવારે બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સોમવારે તેને 8 દિવસ (24 ડિસેમ્બર સુધી)ની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
નવી દિલ્હીઃ રાજસ્થાનની બૂંદી કોર્ટે 8 દિવસ માટે કસ્ટડીમાં મોકલવામાં આવેલી બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પાયલ રોહતગીને મોટી રાહત આપી છે. કોર્ટે અરજી પર બંને પક્ષોના વકીલોની ચર્ચા પછી પાયલ રોહતગી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો વીડિયો જોયો હતો અને તે બાદ ફેંસલો સંભળાવતા જામીન મંજૂર કર્યા હતા. આ પહેલા પાયલને કોર્ટે 24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલી હતી. બૂંદી જેલમાં કેદી નંબર 2616 તરીકે તેને લૂંટ અને હત્યા સહિત અન્ય અપરાધિક મામલાની આરોપી મહિલાઓ સાથે રાખવામાં આવી હતી.
નેહરુ પર ટિપ્પણી કર્યા રવિવારે બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સોમવારે તેને 8 દિવસ (24 ડિસેમ્બર સુધી)ની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરવા બદલ રાજસ્થાન પોલીસે પાયલની ધરપકડ કરી હતી. પાયલ રોહતગીએ પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ પર વિવાદીત પોસ્ટ કરી હતી.જેને લઇને રાજસ્થાનના બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પતિએ PM મોદીની માંગી મદદ પોલીસની આ કાર્યવાહી બાદ હવે પાયલના પતિ પહેલવાન સંગ્રામ સિંહે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે મદદ કરવાની અપીલ કરી છે. સંગ્રામ સિંહે ટ્વિટ કરીને લખ્યું, આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં અભિવ્યક્તિની આઝાદી છે. તેમણે ગૃહમંત્રી કાર્યાલય, પીએમઓ ઈન્ડિયા અને નરેન્દ્ર મોદીને ટેગ કરીને આ મામલે હસ્તાક્ષેપ કરવા જણાવ્યું છે. પાયલની ધરપકડનો હવે ભાજપ પણ વિરોધ કરી રહી છે. રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રવકતા લક્ષ્મીકાંત ભારદ્વાજે કહ્યું કે, કોંગ્રેસ બીજા રાજ્યોમાં આઝાદીનો રાગ આલાપે છે પરંતુ તેમણે પોલીસની ટીમ અમદાવાદ મોકલીને એક કલાકારની ધરપકડ કરાવી છે. આ શરમજનક છે અને તેની નિંદા કરવી જોઈએ. ગૂગલ પરથી માહિતી લઈ મોતીલાલ નેહરુ પર બનાવ્યો હતો વીડિયો પાયલ રોહતગીએ એક ટ્વિટમાં જણાવ્યું કે, મોતીલાલ નેહરુ પર એક વીડિયો શેર કરવા બદલ રાજસ્થાન પોલીસે મારી ધરપકડ કરી છે. આ વીડિયોમાં મેં ગુગલથી જાણકારી લઈને બનાવ્યો હતો. બોલવાની આઝાદી એક મજાક છે. આ ટ્વિટમાં તેણે રાજસ્થાન પોલીસ, પીએમઓ, ગૃહ મંત્રાલયના સતાવાર ટ્વિટર એકાઉન્ટને ટેગ કર્યા હતા. આ અંગે એસપી મમતા ગુપ્તાએ કહ્યું કે, પાયલ રોહતગી પર કેસ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પાયલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં આપતિજનક ટિપ્પણી કરવાના આરોપ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પાયલ રોહતગી પર સ્વતંત્રતા સેનાની મોતીલાલ નેહરૂના પરિવાર વિરુદ્ધ વીડિયોમાં આપતિજનક ટિપ્પણીની સાથે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પત્નીને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બિગ બોસની આઠમી સીઝનમાં સ્પર્ધક રહી ચૂકી છે પાયલ રોહતગી યુવા કોગ્રેસ નેતા ચર્મેશ શર્મા દ્ધારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર પાયલ રોહતગી વિરુદ્ધ આઇટીની કલમ 66 અને 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શર્માએ આરોપ લગાવ્યો હતો કે રોહતગીએ મોતીલાલ નેહરુની પત્નીને બદમાન કરવા માટે ખોટા આરોપ લગાવીને તેમનું અપમાન કર્યું છે. આ ભારતના અન્ય દેશો સાથે સંબંધોમાં વિક્ષેપ નાખી શકે છે કારણ કે તેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુના સંદર્ભમાં ચિત્રો સાથે આપતિજનક ટિપ્પણી કરવામાં આવી છે. પાયલ રોહતગી બિગ બોસની આઠમી સીઝનમાં સ્પર્ધક રહી ચૂકી છે. તે સિવાય તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પાયલે 2002માં ફિલ્મ ‘યે ક્યા હો રહા હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યોRajasthan: Model & actress Payal Rohatgi who was arrested by Bundi police on Dec 15, allegedly for her comment on former Prime Minister Pandit Jawaharlal Nehru, has been released on bail with two sureties of Rs 25000 each. (file pic) pic.twitter.com/UOaJF508by
— ANI (@ANI) December 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement