શોધખોળ કરો
ખાખી કેપરી પહેરતા જ ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, ટ્રોલર્સે કહ્યું- 'RSSની ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર’
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રિયંકાએ ખાકી રંગના શોર્ટ્સ પહેર્યા છે. સાથે જ બ્લેક કલરના ટોપની ઉપર બ્લેક કલરનો ઓવરકોટ પહેર્યો છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ફરી એક વખત ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. પરંતુ આ વખતે ટ્રોલર્સ પ્રિયંકાને કોઈ અન્ય કારણસર જ નિશાન બનાવી રહ્યા છે. આ વખતે પ્રિયંકા ચોપારના ડ્રેસની તુલના આરએસએસ (RSS)ના ડ્રેસ સાથે કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રિયંકાએ ખાખી રંગના શોર્ટ્સ પહેર્યા છે. સાથે જ બ્લેક કલરના ટોપની ઉપર બ્લેક કલરનો ઓવરકોટ પહેર્યો છે.
જેવી જ પ્રિયંકા ખાખી કેપરીમાં નજરે ચઢી કે લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે ખાખી કેપરી એ RSSનો ગણવેશ છે.
એક યુઝરે લખ્યું છે કે પ્રિયંકા RSSની ખાસ મિટિંગમા હાજર રહેવા માટે પહોંચી છે. તો એકે એમ લખ્યું કે, હવે RSSનો વિસ્તાર વધી રહ્યો છે. હવે પ્રિયંકા પણ બનશે પ્રધાનમંત્રી.
તો એકે બે તસવીરો જોઈન કરીને એમ પણ કોમેન્ટ કરી કે પ્રિયંકાએ RSS જોઈન કર્યું છે.
જેવી જ પ્રિયંકા ખાખી કેપરીમાં નજરે ચઢી કે લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે ખાખી કેપરી એ RSSનો ગણવેશ છે.
એક યુઝરે લખ્યું છે કે પ્રિયંકા RSSની ખાસ મિટિંગમા હાજર રહેવા માટે પહોંચી છે. તો એકે એમ લખ્યું કે, હવે RSSનો વિસ્તાર વધી રહ્યો છે. હવે પ્રિયંકા પણ બનશે પ્રધાનમંત્રી.
તો એકે બે તસવીરો જોઈન કરીને એમ પણ કોમેન્ટ કરી કે પ્રિયંકાએ RSS જોઈન કર્યું છે. વધુ વાંચો