શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસે નાના પાટેકરની સરખામણી આસારામ સાથે કરી, કહ્યું- મંદિરો સામે હાથ જોડીને......
બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકરની તુલના આસારામ બાપુ સાથે કરી છે. ઉપરાંત તણે બોલિવૂડના અનેક કલાકારો પર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કામ કરવાને લઈ નિશાન સાધ્યું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકરની તુલના આસારામ બાપુ સાથે કરી છે. ઉપરાંત તણે બોલિવૂડના અનેક કલાકારો પર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કામ કરવાને લઈ નિશાન સાધ્યું છે. તેણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું ,જ તમારી પાસે પૈસા છે તો ન્યાય અને સન્માન સાથે મળશે પરંતુ જો પૈસા નથી તો કંઈ નહીં મળે.
તનુશ્રી દત્તાએ મીડિયા કોન્ફરન્સ દરમિયાન નાના પાટેકરની તુલના આસારામ સાથે કરતાં કહ્યું, લોકોને મૂર્ખ બનાવવા ખૂબ સરળ છે. તમારે બસ એક સફેદ ગાંધી ટોપી અને એક સફેદ કુર્તો પહેરવો પડશે. આસારામ સફેદકુર્તો પહેરે છે. તે મંદિરો સામે હાથ જોડે છે અને સંત બને છે.
તેણે કહ્યુ, થોડા મહિના પહેલા મેં સાંભલ્યું હતું કે તે પૂર પીડિતો માટે 500 ઘર બનાવી રહ્યા છે. કોણ તપાસ કરે છે? કાલે હું કહી દઈશ કે ટિંબકટૂની રાણી છું. મેં ચંદ્ર પર મોટો મહેલ બનાવ્યો છે અને મેં એલિયન્સ માટે 500 મકાન બનાવ્યા છે તો શું તમે મારો ભરોસો કરશો ? તેમણે 500 ઘર બનાવવા માટે ભંડોળ જરૂર એકઠું કર્યું હશે પરંતુ આપણે લોકો તેની તપાસ નથી કરતા.
તનુશ્રી દત્તાએ મીડિયાને જણાવ્યું કે, જો તમારી પાસે પૈસા છે તો તમને ન્યાય અને સન્માન મળશે. પરંતુ પૈસા નહીં હોય તો બેમાંથી એક પણ નહીં મળે. તેમની પાસે પૈસા છે, જે ફાઉન્ડેશનથી મળ્યા છે. ગરીબ ખેડૂતોના ઉત્થાન માટે અનેક કોર્પોરેટ ક્ષેત્ર રૂપિયા એકઠા કરે છે. તેમની છબિ ઘરમાં રહેતા એક ગરીબ વ્યક્તિ તરીકે બનાવવામાં આવે છે. આ ખૂબ મોટું જૂઠ્ઠાણુ છે અને બધુ માત્ર દેખાડા પૂરતું કરે છે.
નિર્ભયાના દોષી વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન, જાણો શું હોય છે તે
ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement