શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ હોટ એકટ્રેસ વેચી રહી છે તેના તમામ કપડા, જાણો કેમ
દીપિકાએ જ્યારે સોશિયલ મીડિયામાં આ મુદ્દે જાહેરાત કરી તેના બે જ કલાકમાં તેણે ઓનલાઈન વેચવા માટે મૂકેલા તમામ ડ્રેસિસ વેચાઈ ગયા હતા.
મુંબઈઃ દીપિકા પાદુકોણ હવે તેના કપડા વેચવા જઈ રહી છે. હા, જો તમે પણ દીપિકાના રેડ-કાર્પેટ લૂકના ચાહક છો અને તેના ડ્રેસમાં ખૂબ પસંદ કરો છો, તો હવે તમે તેને તમારા પણ બનાવી શકો છો. દીપિકા પાદુકોણ હવે તેના પ્રિય કપડાં વેચી રહી છે, જે તેની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. તાજેતરમાં જ દીપિકાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. હવે તમે અનુમાન લગાવી શકો છો કે દીપિકાના આ ડ્રેસને ખરીદવા માટે ચાહકોએ આ વેબસાઇટની કેટલી હદે મુલાકાત લીધી હશે.
દીપિકાએ જ્યારે સોશિયલ મીડિયામાં આ મુદ્દે જાહેરાત કરી તેના બે જ કલાકમાં તેણે ઓનલાઈન વેચવા માટે મૂકેલા તમામ ડ્રેસિસ વેચાઈ ગયા હતા. તેણે વર્લ્ડ મેન્ટર હેલ્થ એટલે કે ૧૦ ઓક્ટોબરે આ ડ્રેસ વેચવા મૂક્યા હતા અને તેની આવક તેણે માનસિક રીતે બીમાર લોકોની સારવાર માટે દાનમાં આપી દીધી હતી.
દીપિકા 'લાઇવ લવ લાફ' (Live Love Laugh) ફાઉન્ડેશન નામની એક સંસ્થા પણ ચલાવે છે અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિષયો પર કામ કરે છે.
એક વીડિયોમાં દીપિકા કહેતી જોવા મળી રહી છે કે તેને હાલમાં જ ફોન કોલથી ખબર પડી છે કે માત્ર 2 કલાકમાં જ તેના કપડા વેચાઈ ગયા હતા. દીપિકા પાદુકોણ ઘણી વાર માનસિક સ્વાસ્થ્ય પર વાતો કરતી રહે છે. તેણે પોતાના ડિપ્રેશનનો ખુલાસો કરી આ વિષય પર ખુલીને વાત કરવા જેવી બાબતોને આગળ ધપાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement