Abhay Deol : અભય દેઓલ અને અનુરાગ કશ્યપ વચ્ચે બરાબરની જામી, અભિનેતાએ કહ્યું - એ તો...
ટ્રાયલ બાય ફાયર સિરીઝમાં દેખાયા અભય દેઓલે અનુરાગ કશ્યપના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. અનુરાગ કશ્યપે અભય દેઓલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે...
Abhay Deol Anurag Kashyap: બોલિવૂડ એક્ટર અભય દેઓલે નિર્દેશક અનુરાગ કશ્યપ પર આકરા પ્રહાર કર્યા છે. અનુરાગ કશ્યપ અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. વર્ષ 2009માં અભય દેઓલે અનુરાગ કશ્યપ સાથે દેવ ડી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મના સંબંધમાં અભય દેઓલે નિર્દેશકને જૂઠ્ઠો અને ઝેરીલો વ્યક્તિ ગણાવ્યો છે.
ટ્રાયલ બાય ફાયર સિરીઝમાં દેખાયા અભય દેઓલે અનુરાગ કશ્યપના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. અનુરાગ કશ્યપે અભય દેઓલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, અભિનેતા ડેવ ડી ફિલ્મ દરમિયાન 5 સ્ટાર હોટલની માંગણી કરતો હતો. જેના પર પલટવાર કરતા અભય દેઓલે કહ્યું હતું કે, આ આરોપો એકદમ પાયાવિહોણા છે. તે એક ઝેરી વ્યક્તિ છે જે આ પ્રકારના જુઠ્ઠાણા ફેલાવે છે.
અનુરાગ કશ્યપે અભય દેઓલને લઈને કહ્યું હતું કે...
વર્ષ 2020માં અનુરાગ કશ્યપે અભય દેઓલ સાથે કામ કરવાને લઈને કહ્યું હતું કે, દેવ ડીમાં તેની સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ હતું. તે દેઓલ હોવાનો ફાયદો ઉઠાવવા માંગતો હતો. અનુરાગ કશ્યપે એમ પણ કહ્યું હતું કે, જ્યારે સમગ્ર ક્રૂ પહાડગંજ હોટલમાં રહેતો હતો ત્યારે અભય દેઓલ ફાઈવ સ્ટારમાં રહેતો હતો. આ પ્રકારના વર્તનને કારણે જ ઘણા ડાયરેક્ટર્સ તેનાથી દૂર જ રહે છે.
અભય દેઓલે આખી જ વાહિયાત ગણાવી
સની દેઓલના પિતરાઈ ભાઈ અભય દેઓલે બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં આ પ્રકારના આરોપોને તદ્દન ખોટા ગણાવ્યા હતાં. તેણે કહ્યું હતું કે, હું એવા લોકોમાંથી એક છું જે હંમેશા પોતાની લાગણીઓને સામે રાખે છે. પરંતુ કેટલાક લોકો તેનો ફાયદો ઉઠાવે છે. મેં તેને (અનુરાગ કશ્યપ)ને પણ સારો પાઠ ભણાવ્યો હતો. ત્યારથી હું તેની અવગણના કરવા લાગ્યો હતો. કારણ કે તે ખૂબ જ ઝેરી વ્યક્તિ છે. જીવન બહુ ટૂંકું છે. જેમાં ઘણું શીખવા જેવું છે. આવા જુઠ્ઠા અને ઝેરી માણસની અવગણના કરવી યોગ્ય છે. મેં તેને ક્યારેય 5 સ્ટાર હોટેલમાં રહેવાનું કહ્યું જ નથી. અનુરાગે સામેથી જ મને કહ્યું હતું કે, તું દેઓલ સ્ટાર હોવાથી તારા માટે અહીં રહેવું યોગ્ય નથી. માટે તુ હોટેલમાં જ રહે.
અભય દેઓલે પણ કહ્યું કે...
અભય દેઓલે એમ પણ કહ્યું હતું કે, જ્યારે અનુરાગ કશ્યપે વર્ષ 2020માં તે ઈન્ટરવ્યુ આપ્યો હતો ત્યારે તેણે મને માફીનો મેસેજ પણ મોકલ્યો હતો. તેણે કહ્યું હતું કે- તે (અનુરાગ) દરેક વખતે આમ જ કરે છે. આ નિવેદન આપ્યા બાદ તેણે મને મેસેજ કર્યો કે, યાર, મારો દિવસ બરબાદ જ થઈ ગયો. મને માફ કરી દે, મારો મતલબ એવો નહોતો. જો તું મારા પર ગુસ્સો થવા માંગતો હો તો થઈ શકે છે. મેં જવાબમાં કહ્યું હતું કે, મને કોઈ વાંધો નથી. 12 વર્ષ થઈ ગયા. જા હું તને માફ કરું છું.