શોધખોળ કરો
Advertisement
નેપૉટિઝ્મ મામલે આ એક્ટર ગુસ્સે થયો, બોલ્યો- બૉલીવુડમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે હવે તેના પર ફિલ્મ બનાવો
અભય દેઓલે કહ્યું કે, તેની ફિલ્મ શંઘાઇ આજે હાલની પરિદ્રશ્યમાં સટીક બેસે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનુ પૉસ્ટર શેર કરતા લખ્યું- 2012માં રિલીઝ થયેલી શંઘાઇ રાજનીતિમાં પગ જમાવી ચૂકેલા ભ્રષ્ટાચારનુ સટીક ચિત્રણ કરે છે. આને જોઇને કોઇ બૉલીવુડના ભ્રષ્ટ આટરણ પર ફિલ્મ બનાવી શકે છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કેટલાક કલાકારો નેપૉટિઝ્મ પર ખુલીને પોતાનો મત વ્યક્ત કરી રહ્યાં છે. હવે આ મામલે બૉલીવુડ એક્ટર અભય દેઓલે કટાક્ષ કરતા કહ્યું કે, બૉલીવુડના ભ્રષ્ટ આચરણ પર પણ એક ફિલ્મ બનાવી શકાય છે.
અભય દેઓલે કહ્યું કે, તેની ફિલ્મ શંઘાઇ આજે હાલની પરિદ્રશ્યમાં સટીક બેસે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનુ પૉસ્ટર શેર કરતા લખ્યું- 2012માં રિલીઝ થયેલી શંઘાઇ રાજનીતિમાં પગ જમાવી ચૂકેલા ભ્રષ્ટાચારનુ સટીક ચિત્રણ કરે છે. આને જોઇને કોઇ બૉલીવુડના ભ્રષ્ટ આટરણ પર ફિલ્મ બનાવી શકે છે.
અભિનેતાએ બૉલીવુડમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને નેપૉટિઝ્મ પર પ્રકાર કર્યો છે, તેને કહ્યું- આના વિરોધમાં અવાજ ઉઠાવનારાની પ્રસંશા કરવી જોઇએ. જોકે તેમને એ વાતનો વિશ્વાસ નથી કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફૂટી નીકળેલો ગુસ્સો સ્વતંત્ર હિન્દી ફિલ્મ અને મ્યૂઝિક ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.
શાંઘાઇ ફિલ્મ ફિલ્મના પ્રૉડ્યૂસર માટે એક મેસેજ આપીને કહ્યું- આપણે આવી એક બીજી ફિલ્મ બનાવવાની છે. વસીમ ખાનનુ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ શું છે? દિબાકર બેનર્જી નિર્દેશિત રાજકીય થ્રિલર મૂવી શંઘાઇમાં ઇમરાન હાશમી, કેકલા અને પ્રોસેનજીત ચેટર્જીએ અભિનય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અભય દેઓલે તાજેતરમાં જ એવોર્ડ ફંક્શનમાં લૉબી કલ્ચર વિરુદ્ધ અવાજ ઉઠાવીને જબરદસ્ત ચર્ચા જગાવી હતી. અભિનેતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેટલાય ખુલાસા કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement