શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ હીરોઈનનું કેન્સરના કારણે થયું મોત, મૉડલ તરીકે પણ નામના મેળવી હતી
દિવ્યા ચોક્સી છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતી, અને તેને પોતાની અંતિમ પૉસ્ટમાં પણ પોતાની પીડાનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રી દિવ્યા ચોક્સીને ફિલ્મ હે અપના દિલ તો અવારા માટે ઓળખવામાં આવી રહી છે
મુંબઇઃ અભિનેત્રી દિવ્યા ચોક્સીનું રવિવારે નિધન થઇ ગયુ છે. દિવ્યા ચોક્સી છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતી, અને તેને પોતાની અંતિમ પૉસ્ટમાં પણ પોતાની પીડાનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રી દિવ્યા ચોક્સીને ફિલ્મ હે અપના દિલ તો અવારા માટે ઓળખવામાં આવી રહી છે. ચોક્સીના નિધનનુ પુષ્ટી અભિનેતા સાહિલ આનંદ દ્વારા વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૉસ્ટ કરવામાં આવેલા એક શોક સંદેશથી થઇ છે.
દિવ્યા ચોક્સી એક્ટરની સાથે સાથે એક સારી મૉડલ અને સિંગર પણ રહી ચૂકી છે. એક્ટ્રેસ ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. દિવ્યાની કઝીન સૌમ્યા અમીશ વર્માએ તેની ફેસબુક પોસ્ટ મારફતે આ વાતની જાણકારી આપી છે. તે પહેલાં દિવ્યાએ પણ 18 કલાક અગાઉ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક મેસેજ લખ્યો હતો.
દિવ્યાએ તેની લાસ્ટ ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું, જે હું કહેવા ઈચ્છું છું તેના માટે શબ્દો પૂરતા નથી. ભલે ઘણા બધા શબ્દો હોય પણ ઓછા છે. મને ગાયબ થયાને મહિનાઓ થઇ ગયા અને મેસેજ ઘણા બધા છે. આ સમય છે કે હું તમને લોકોને જણાવું, હું મારી મૃત્યુ શય્યા પર છું. હા, આ આવું છે, હું સ્ટ્રોંગ છું. તે જીવન માટે જ્યાં સંઘર્ષ નથી. મહેરબાની કરીને કોઈ સવાલ ન કરતા. માત્ર ભગવાન જ જાણે છે કે તમે મારા માટે કેટલા મહત્ત્વના છો.
દિવ્યા 2011માં મિસ યુનિવર્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. 2016માં તેણે હૈ અપના દિલ તો આવારા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 2018માં દિવ્યાએ પટિયાલે દી ક્વીન સાથે સિંગિંગ ડેબ્યુ કર્યું હતું. દિવ્યાના નિધનના સમાચાર સાંભળીને તેની સાથે કામ કરી ચૂકેલ એક્ટર્સે તેને શ્રદ્ધાંજલિ આપી છે. તેમાં સાહિલ અહમદ, અંજુમ ફાકીહ, નિહારિકા રાયઝાદા વગેરે સામેલ છે.
દિવ્યા ભોપાલના વકીલ પરિવારમાંથી હતી. તેનું સ્કૂલિંગ ભોપાલમાં જ થયું હતું. ત્યાર બાદ ગ્રેજ્યુએશન માટે દિલ્હી ગઈ હતી. લંડનની બેડફોર્ડશાયર યુનિવર્સિટીમાંથી એક્ટિંગ કોર્સ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement