શોધખોળ કરો
Advertisement
ફિલ્મમાં બૉક્સરનો રૉલ કરવા આ અભિનેતા કરી રહ્યો છે તાબડતોડ મહેનત, વાયરલ થઇ તસવીર
ફરહાન અખ્તર અવારનવાર શિબાની ડાંડેકરની સાથે પોતાના રિલેશનને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે, તાજેતરમાં જ બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવમાં વેકેશન ગાળવાની તસવીરો શેર કરી હતી
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર ફરહાન અખ્તર પોતાની આગામી ફિલ્મ તૂફાન માટે તાબડતોડ મહેનત કરી રહી રહ્યો છે. હાલમાં સોશ્યલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઇ છે. તાજેતરમાં ફિલ્મનુ ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મમાં એક્ટર ફરહાન અખ્તર એક બૉક્સરની ભૂમિકા નિભાવી રહ્યો છે.
એક્ટર ફરહાન અખ્તર ઘણીવાર પોતાની ટ્રાન્સફોર્મેશનની તસવીરો પણ શેર કરતા દેખાયો હતો. તસવીરને પૉસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું- ફિલ્મ તૂફાનમાં પોતાની ભૂમિકા નિભાવવા માટે એકદમ તૈયાર છું, હું આગામી વર્ષે સિલ્વર સ્ક્રીન પર તેની સખત મહેનતને જોઇને ખુબ ઉત્સાહિત છું. સ્ટાર બધાને રિંગમાં એક બૉક્સરના જેવા જ દેખાય છે. તૂફાન ફિલ્મનુ નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મેહરા કરી રહ્યાં છે, અને પ્રૉડ્યૂસ રિતેશ સિધવાનીએ કરી છે.
ફરહાન અખ્તર અવારનવાર શિબાની ડાંડેકરની સાથે પોતાના રિલેશનને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે, તાજેતરમાં જ બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવમાં વેકેશન ગાળવાની તસવીરો શેર કરી હતી.
ફરહાન અખ્તરની ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને પરેશ રાવલ પણ લીડ રૉલમાં દેખાશે. વળી ફરહાન અખ્તર કેટરીના કૈફ, ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ આગામી ફોન ભૂતનુ નિર્માણ કરતા દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement