શોધખોળ કરો
Advertisement
અભિનેતા હરમન બાવેજાએ સાશા રામચંદાની સાથે કરી સગાઈ, બહેન રોવેનાએ તસવીર શેર કરી આપી જાણકારી
બોલીવૂડ અભિનેતા હરમન બાવેજાએ હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી છે. તેમના રોકા સમારોહ ચંદીગઢમાં થયો, જેમાં નજીકના સંબંધીઓ સામેલ થયા હતા.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા હરમન બાવેજાએ હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી છે. તેમના રોકા સમારોહ ચંદીગઢમાં થયો, જેમાં નજીકના સંબંધીઓ સામેલ થયા હતા. તેમની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેને તેની બહેન રોવેનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હરમન બાવેજા ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.
બહેન રોવેનાએ તસવીર કરી શેર
હરમન બાવેજાની બહેન રોવેના બાવેજાએ રોકા સમારોહની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં કપલ હસતું જોવા મળી રહ્યું છે. તેણે તસવીર શેર કરતા લખ્યું, તમને બંનેને શુભકામનાઓ. પરિવારમાં તમારૂ સ્વાગત છે સાશા રામચંદાની. હું સમારોહ શરૂ થવાની રાહ નથી જોઈ શકતી. અમે તમને પ્રેમ કરીએ છીએ.
સાશા રામચંદાની એક ન્યૂટ્રિશન હેલ્થ કોચ છે. એવું પણ કહેવામાં આવે છે કે એક્ટ્રેસ સાગરિકા ઘાટગેની મિત્ર છે. રામચંદાની વેલનેસ કોચ છે, જે ઈન્સ્ટાગ્રામ પર બેટર બેલેન્સ્ડ સેલ્ફ નામનું પેઈજ ચલાવે છે. હરમન અને સાશાએ પોતાના સંબંધો લોકોની નજરથી દૂર રાખ્યા. તેમની સગાઈમાં ખૂબ જ અંગત લોકો ઉપસ્થિત રહ્યા છે.
40 વર્ષીય હરમને 2008માં ફિલ્મ 'લવ સ્ટોરી 2050'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ હરમન વિવિધ ફિલ્મમાં જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement