શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં બે મહિના રિલેશનશીપમાં રહ્યાં બાદ પ્રભુદેવાએ આ હૉટ યુવતી સાથે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે તેની પ્રેમિકા ને શું કરે છે અત્યારે....
પ્રભુદેવાના ભાઇ રાજૂ સુંદરમે જણાવ્યુ કે, મુંબઇના સાકીનાકા વિસ્તારમાં રહેનારી ફિજીયોથેરાપિસ્ટ ડૉક્ટર હિમાની સાથે પ્રભુદેવાએ લગ્ન કરી લીધા છે. તે બન્નેની મુલાકાત તે સમયે થઇ જ્યારે પ્રભુદેવા પગની સારવાર કરાવી રહ્યાં હતા
મુંબઇઃ બૉલીવુડ અને કૉલીવુડમાં પોતાના ડાન્સિંગ, એક્ટિંગ અને કોરિયાગ્રાફીથી લોકોના દિલ જીતનારા પ્રભુદેવાએ બીજા લગ્ન કરી લીધા છે. તેના લગ્નને લઇને કેટલીય ચર્ચાઓ ઉઠી હતી. હવે થોડાક દિવસો પહેલા રિપોર્ટ આવ્યા હતા કે પ્રભુદેવાએ પોતાની ભણી સાથે લગ્ન કરી લીધા, પરંતુ આ સાચુ નથી. હવે રિપોર્ટ છે કે તેને એક ડૉક્ટર સાથે લગ્ન કરી લીધા છે. આનો ખુલાસો ખુદ પ્રભુદેવાના ભાઇએ કર્યો છે.
પ્રભુદેવાના ભાઇ રાજૂ સુંદરમે જણાવ્યુ કે, મુંબઇના સાકીનાકા વિસ્તારમાં રહેનારી ફિજીયોથેરાપિસ્ટ ડૉક્ટર હિમાની સાથે પ્રભુદેવાએ લગ્ન કરી લીધા છે. તે બન્નેની મુલાકાત તે સમયે થઇ જ્યારે પ્રભુદેવા પગની સારવાર કરાવી રહ્યાં હતા, પ્રભુદેવાની ડાન્સિંગ સ્કિલના કારણે તેના પગમાં અને પીઠમાં ઇન્ટરનલ ઇજા થઇ હતી, આ બન્નેના લગ્ન લૉકડાઉનની વચ્ચે મે મહિનામાં થયા છે.
પ્રભુદેવા અને હિમાની લૉકડાઉન શરૂ થયાના બિલકુલ પહેલા ચેન્નાઇ ચાલ્યા ગયા હતા, અને ત્યારબાદ પ્રભુદેવા અને ડૉ. હિમાની બે મહિના સુધી લિવ-ઇન-રિલેશનશીપમાં રહ્યાં. આ પછી બન્નેએ પ્રભુદેવાના ચેન્નાઇ વાળા ઘરમાં લગ્ન કરી લીધા, આ લગ્નમાં તેના પરિવાર ઉપરાંત કોઇ બીજા હાજર ન હતા રહ્યાં. કેમકે દેશમાં લૉકડાઉન લાગુ હતુ.
પ્રતિકાત્મક તસવીર
પ્રભુદેવાની લાઇફ ઉતાર-ચઢાવ વાળી રહી....
પ્રભુદેવાની પ્રૉફેશનલ લાઇફ વધુ શાનદાર અને સકૂન ભરેલી રહી છે. તેની પર્સનલ લાઇફ એટલી વધુ ઉતાર ચઢાવ ભરી રહી. પ્રભુદેવા 1995માં રામલત્તા સાથે લગ્ન કર્યા હતા. રામલત્તા મુસ્લિમ હતી અને ક્લાસિકલ ડાન્સર હતી, લગ્ન બાદ રામલત્તાએ હિન્દુ ધર્મ અપનાવ્યો. બન્નેને ત્રણ બાળકો થયા પરંતુ મોટા દીકરા વિશાલનુ કેન્સરના કારણે 2008માં મોત થઇ ગયુ હતુ.
પ્રતિકાત્મક તસવીર
પ્રભુદેવાના સાઉથ એક્ટ્રેસ નયનતારાને ડેટ કરવાના રિપોર્ટ પણ આવ્યા હતા. પ્રભુદેવાએ તામિલ ફિલ્મ વિલ્લૂમાં નયનતારાને કોરિયોગ્રાફ કર્યુ અને આ સમયે બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. વર્ષ 2010માં પ્રભુદેવાએ નયનતારા સાથે સંબંધોની વાત માની હતી, અને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પ્રભુદેવા અને નયનતારાના સંબંધોની ખબર રામલત્તાને પડી અને બન્ને છુટા થઇ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement