શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના આ સુપરસ્ટારને ICUમાં કરાયો દાખલ, કોરોના નથી પણ કઈ બીજી બિમારી છે?
61 વર્ષીય સંજય દત્તનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં તેમને ગભરામણ થતી હતી. ખાસ વાત છે કે, તેમનો એન્ટિજન ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો છે, એટલે એક્ટરને કોરોના નથી
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સંજય દત્ત હાલ મુંબઇની લીલાવતી હૉસ્પીટલમાં દાખલ છે. રિપોર્ટ છે કે સંજય દત્તને ગઇ રાત્રે એકએક શ્વાસ લેવામાં તકલીફ થવાથી તે હૉસ્પીટલાઇઝ થયો હતો. હાલે તેને ICUમાં રાખવામાં આવ્યો છે.
61 વર્ષીય સંજય દત્તનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં તેમને ગભરામણ થતી હતી. ખાસ વાત છે કે, તેમનો એન્ટિજન ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો છે, એટલે એક્ટરને કોરોના નથી. RT PCR માટે તેમનો સ્વાબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમને ICUના નોન કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
લીલાવતી હોસ્પિટલની ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ.વી. રવિશંકેર એબીપી ન્યૂઝને જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ કરતી વખતે સંજય દત્તનું ઓક્સીજન લેવલ વધ-ઘટ થઈ રહ્યું હતું. હાલમાં તેમની તબીયત સામાન્ય છે અને ચિંતા જેવી કોઈ વાત નથી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઇમાં કોરોના કેસો સતત વધી રહ્યાં છે, અને આની ઝપેટમાં હવે બૉલીવુડ હસ્તીઓ પણ આવવા લાગી છે. જયા બચ્ચન સિવાય અમિતાભ બચ્ચનનો સમગ્ર પરિવાર કોરોના પીડિત રહ્યો. અભિષેક બચ્ચન 28 દિવસ બાદ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આ અગાઉ સિંગર કનિકા કપૂર, એક્ટર પૂરબ કોહલી, ડિરેક્ટર કરીમ મોરાની અને તેના પરિવારને કોરોના સંક્રમણ થયુ હતું. શ્વાસ સંબંધિત મુશ્કેલીને લીધે ઋષિ કપૂરનું મૃત્યુ થયુ. આ અગાઉ કેન્સરને લીધે ઈરફાન ખાન તથા સરોજ ખાનનું કાર્ડિયક એરેસ્ટને લીધે મૃત્યુ થયુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement