શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બૉલીવુડના કયા અભિનેતાએ બિહારના લોકોને કહ્યું કે મત આપવા આંગળી ના દબાવતા મગજ પણ વાપરજો, જાણો વિગતે
બિહારમાં આજે પહેલા તબક્કાનુ મતદાન ચાલુ થઇ ગયુ છે, આજે બિહારમાં સવારથી જ લોકો મતદાન કરવા માટે મતદાન કેન્દ્રોમાં ઉમટી પડ્યા છે. મત નાંખવા માટે લાંબી લાઇનો લાગી છે. તમામ નેતાઓએ લોકોને મતદાન કરવા અપીલ કરી છે
![બૉલીવુડના કયા અભિનેતાએ બિહારના લોકોને કહ્યું કે મત આપવા આંગળી ના દબાવતા મગજ પણ વાપરજો, જાણો વિગતે Actor sonu sood tweet on bihar election 2020 and voting બૉલીવુડના કયા અભિનેતાએ બિહારના લોકોને કહ્યું કે મત આપવા આંગળી ના દબાવતા મગજ પણ વાપરજો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/28175228/Voting-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ તસવીર
મુંબઇઃ બિહારમાં આજે પહેલા તબક્કાનુ મતદાન ચાલુ થઇ ગયુ છે, આજે બિહારમાં સવારથી જ લોકો મતદાન કરવા માટે મતદાન કેન્દ્રોમાં ઉમટી પડ્યા છે. મત નાંખવા માટે લાંબી લાઇનો લાગી છે. તમામ નેતાઓએ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. આવામાં એક અપીલ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદે પણ કરી છે. તેને મતદારોને મગજ વાપરવાનુ કહ્યુ છે, અને બિહારમાંથી સ્થાળાંતરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
સોનુ સૂદે ટ્વીટ કરીને લખ્યુ- જે દિવસે અમારા બિહારી ભાઇઓ ઘર છોડીને બીજા રાજ્યોમાં ના જવુ પડે, જે દિવસે બીજા રાજ્યોના લોકો બિહારમાં કામ શોધવા આવશે, તે દિવસે દેશની જીત થશે. મતદાન માટે બટન આંગળીથી નહીં મગજથી દબાવવાનુ છે.
સોનુ સૂદ ઉપરાંત એક્ટ્રેસ અને કોંગ્રેસ નેતા ઉર્મિલા માતાંડકરે પણ ટ્વીટ કરીને બિહારની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે.
નોંધનીય છે કે, અભિનેતા સોનુ સૂદે લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોને ખુબ મદદ કરી અને તેમને પોતાના ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી. આ વખતે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં એક દુર્ગા સમિતિએ પોતાના પૂજા મંડપમાં બૉલીવુડ અભિનેતા સોનુ સૂદની મૂર્તિ પણ લગાવી હતી. સોનુ સૂદે પોતાના ખર્ચે લૉકડાઉન દરમિયાન લોકોને મદદ કરી હતી.
![બૉલીવુડના કયા અભિનેતાએ બિહારના લોકોને કહ્યું કે મત આપવા આંગળી ના દબાવતા મગજ પણ વાપરજો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/28175205/sood-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion