Deepika Padukone Health: દીપિકા પાદુકોણની તબિયત બગડી, સારવાર માટે હોસ્પિટલ પહોંચી
Deepika Padukone Health: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી છે. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા, ત્યારબાદ તે હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં પહોંચી હતી.
Deepika Padukone Health: બોલિવૂડ(Bollywood) અભિનેત્રી દીપિકા પાદુકોણ(Deepika Padukone)ની તબિયત અચાનક બગડી છે. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા, ત્યારબાદ તે હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં પહોંચી હતી. હાલમાં નોવોટેલ હોટલમાં તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. શૂટિંગ દરમિયાન દીપિકાની તબિયત બગડી હતી, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તે હાલ હૈદરાબાદમાં અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ(Deepika Padukone)ને હૃદયના ધબકારા વધી જવાની ફરિયાદ થવા લાગી, ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. તે હૈદરાબાદની કામિનેની હોસ્પિટલ પહોંચી જ્યાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હોટલમાં આરામ કરી રહી છે અને ડૉક્ટરની દેખરેખમાં પણ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને પ્રોજેક્ટના શૂટિંગમાં પરત ફરી છે. હજુ સુધી દીપિકા કે દીપિકાની પીઆર ટીમ દ્વારા આવું કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા હાલમાં આરામ કરી રહી છે.
દીપકા હાલમાં જ કાન્સ ફેસ્ટિવલના કારણે ચર્ચામાં હતી. જ્યુરી મેમ્બર તરીકે આ ફેસ્ટિવલમાં ભાગ લેવો એ તેમના માટે ગર્વની વાત હતી. આખી દુનિયામાં તેની ડ્રેસિંગ સેન્સની ઘણી ચર્ચા થઈ હતી. ફ્રાન્સમાં યોજાયેલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 ભારત માટે ખૂબ જ ખાસ હતો.
દીપિકા હાલમાં રામોજી રાવ ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ(Prabhas) છે. ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરે છે. ફિલ્મમાં પ્રભાસ-દીપિકા ઉપરાંત અમિતાભ બચ્ચન(Amitabh bachchan), દિશા પટની(Disha patni) પણ મહત્ત્વના રોલમાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ અભિનેતા શાહરુખ ખાન સાથે ફિલ્મ 'પઠાન'માં જોવા મળશે. આ ઉપરાંત તે રિતીક રોશન સાથે 'ફાઇટર'માં કામ કરી રહી છે.