શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી ગુલ પનાગે સાડીમાં કર્યા પુશ અપ્સ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
એક્ટ્રેસ ગુલ પનાગ બોલીવૂડના શાનદાર કલાકારોમાંથી એક છે. તે પોતાને ફિટ અને એક્ટિવ રાખવા માટે દરરોજ વર્કઆઉટ કરે છે.
મુંબઈ: એક્ટ્રેસ ગુલ પનાગ બોલીવૂડના શાનદાર કલાકારોમાંથી એક છે. તે પોતાને ફિટ અને એક્ટિવ રાખવા માટે દરરોજ વર્કઆઉટ કરે છે. જેની તસવીરો અને વીડિયો તે ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તેના ઘણા વીડિયો એવા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એવો જ એક વીડિયો તેણે હાલમાં શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં ગુલ પનાગ પુશ અપ્સ કરી રહી છે. ખાસ વાત એ છે કે પુશ અપ્સ કરવા દરમિયાન ગુલ પનાગે સાડી પહેરી છે. પુશ અપ્સ કરવા સામાન્ય છે પરંતુ સાડી પહેરીને પુશ અપ્સ કરવામાં થોડી મુશ્કેલી પડે છે. આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે.
ગુલ પનાગે આ વીડિયો શેર કરતા લખ્યું, કભી ભી, કહી ભી. આ સાથે તેણે હેશટૈગ સાથે સેટ લાઈફ, એક્ટર લાઈફ, રીલ્સ, રીલ ઈટ ફીલ ઈટ, રીલ કરો ફીલ કરો લખ્યું. પુશ અપ્સ વીડિયોના બેકગ્રાઉન્ડમાં સરવાઈવર બેંડનું આઈ ઓફ ટાઈગર સોંગ ચાલી રહ્યું છે.
ફિટનેસ ટ્રેનર અને ડાઈટિશિયન જરીન સિદ્દીકીએ ગુલ પનાગના આ વીડિયો પર કોમેન્ટ કરી છે. તેણે હેટ્સ ઓફના બે ઈમોજી કોમેન્ટ કર્યા છે. એક્ટર સુધાંશુ પાંડેએ પણ વખાણ કર્યા છે. ગુલ પનાગ છેલ્લે વેબ સિરીઝ પાતાલલોકમાં જોવા મળી હતી. મનોજ વાજપેયી સાથે વેબ સિરીઝ ધ ફેમિલી મેનમાં પણ જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion