શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ જાણીતી અભિનેત્રીના પિતાનું થયું નિધન, છેલ્લીવાર પણ ના કરી શકી પિતાના અંતિમદર્શન? જાણો કેમ
ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટનું પાત્ર ભજવનારી અભિનેત્રી સના સઈદ હાલ શોકમાં છે. હાલમાં જ સના સઈદના પિતાનું નિધન થયું હતું
મુંબઈ: ‘કુછ કુછ હોતા હૈ’, ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’ જેવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટનું પાત્ર ભજવનારી અભિનેત્રી સના સઈદ હાલ શોકમાં છે. હાલમાં જ સના સઈદના પિતાનું નિધન થયું હતું અને સૌથી વધારે દુઃખ તે વાતનું છે કે તે પોતાના પિતાને અંતિમ વાર પણ જોઈ શકી નથી.
હકીકતમાં જનતા કર્ફ્યુના દિવસે જ સના સઈદના પિતા અબ્દુલ અહદ સઈદનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. લોકડાઉનના કારણે સના લોસ એન્જેલસમાં ફસાઈ ગઈ છે જેના કારણે તે પોતાના પિતાના અંતિમ દર્શન કરી શકી નહોતી.
એક્ટ્રેસ સના સઈદના પિતા અને ઉર્દૂ કવિ અબ્દુલ અહદ સઈદ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. એક ન્યૂઝપેપર સાથે વાતચીતમાં સના સઈદે જણાવ્યું હતું કે, તેના પપ્પા ડાયાબિટીસના દર્દી હતા અને આ કારણે તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
સનાએ જણાવ્યું હતું કે, જે સમયે તેને આ વાતની ખબર પડી ત્યારે લોસ એન્જેલસમાં સવારના 7 વાગ્યા હતા. તેણે કહ્યું કે, તે સમયે હું પોતાના ઘરે આવીને માતા અને બહેનને મળવા માગતી હતી. જે પરિસ્થિતિઓમાં મેં મારા પિતાને ગુમાવ્યા તે ખૂબ દર્દનાક છે. પરંતુ હું પોતાના દિલમાં આ વાત જાણું છું કે, તેઓ ખૂબ દુઃખમાં હતા અને હવે તે નિશ્ચિત રીતે એક સારી જગ્યાએ હશે.
અંતિમ સંસ્કાર વિશે વાત કરતા સનાએ જણાવ્યું હતું કે, જનતા કર્ફ્યૂના દિવસે જ્યારે પિતાનું નિધન થયું તો ઘરવાળાએ તે જ દિવસે દફનવિધિ કરવાનું નક્કી કર્યું હતું. આ માટે ત્રણ કલાકનો સમય હતો. જનતા કર્ફ્યૂના દિવસે પોલીસે મારા પરિવારને જતાં રોક્યો હતો. પરંતુ જ્યારે તેમણે ડેથ સર્ટિફિકેટ બતાવ્યું ત્યારે જવાની પરમશીન આપી હતી. સનાએ કહ્યું કે, હું ત્યાં નહોતી પરંતુ મારી બહેન મને બધી જાણકારી આપી રહી હતી. તે મેસેજથી દરેક પળ મારી સાથે જોડાયેલી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement