શોધખોળ કરો
Advertisement
ડ્રાઇવરને કોરોના થતાં ગભરાયેલી આ એક્ટ્રેસે ઘરના બધા સભ્યોનો કરાવી લીધો કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
સારાએ આની જાણકારી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. સારા પોતાની માતા અમૃતા સિંહ અને ભાઇ ઇબ્રાહિમ અલી ખાન સાથે રહે છે
મુંબઇઃ કોરોનાનો ચેપ હવે બૉલીવુડમાં પણ લાગવા લાગ્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનો ડ્રાઇવર પણ કોરોના સંક્રમિત થયો છે, આ વાતની જાણ થતાં જ એક્ટ્રેસ ગભરાઇ ગઇ છે, અને તેને પોતાના આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરાવી લીધો છે. જોકે, તમામના રિપોર્ટ નેગેટિવ નીકળતા સારા અલી ખાનની ચિંતા ઓછી થઇ છે.
સારાએ આની જાણકારી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. સારા પોતાની માતા અમૃતા સિંહ અને ભાઇ ઇબ્રાહિમ અલી ખાન સાથે રહે છે.
સારા અલી ખાને કહ્યું કે, તેના પરિવાર અને ઘરમાં કામ કરનારા લોકો પણ સાવધાની રાખે છે. સારાએ ઇન્સ્ટા પર પૉસ્ટમાં કહ્યું- હુ તમને જાણ કરવા માંગુ છુ કે અમારો ડ્રાઇવર કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ટી થઇ છે. બીએમસીને આની તરતજ જાણ કરી, અને તેમને ડ્રાઇવરને કૉવિડ સેન્ટરમાં ટ્રીટમેન્ટ માટે મોકલી દીધો છે.
સારાએ આગળ કહ્યું કે મારા પરિવાર, ઘરમાં હાજર અન્ય તમામ ઘરેલુ સ્ટાફ સંક્રમિત ના હોવાની પુષ્ટી થઇ છે, અને અમે બધા જરૂરી સાવધાની રાખીએ છીએ. મારા અને મારા પરિવાર તરફથી મદદ તથા માર્ગદર્શન માટે બીએમસીનો આભાર. બધા સુરક્ષિત રહો.
સારા અલી ખાન અને તેના ભાઇ ઇબ્રાહિમ તેના પિતા અને એક્ટર સૈફ અલી ખાનના ઘરે દેખાયા હતા. સારાએ 2018માં કેદારનાથ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. હવે સારાની અપકમિંગ ફિલ્મ કુલી નંબર વન છે. આમાં તે એક્ટર વરુણ ધવન સાથે જોવા મળશે. ફિલ્મનુ શૂટિંગ પુરુ થઇ ચૂક્યુ છે, અને રિલીઝ માટે તૈયાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement