શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનના કારણે ત્રણ મહિનાથી અમેરિકામાં ફસાઇ છે આ એક્ટ્રસ, બોલી- બહુ અઘરુ છે.....
સોંદર્યા શર્માએ આ અંગે જણાવ્યું કે, સાચુ કહુ તો, આ મારા માટે જિંદગીભરની એક સીખ છે. મે લૉસ એન્જેલિસ જેવી જગ્યાએ લૉકડાઉનમાં ક્યારેય ફસાઇ જવા વિશે વિચાર્યુ પણ ન હતુ
મુંબઇઃ કોરોના વાયરસના કારણે આપવામાં આવેલા લૉકડાઉનમાં કેટલાય લોકો ક્યાંક ને ક્યાંક ફસાયા છે. હવે લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનુ નામ જોડાઇ ગયુ છે, આ એક્ટ્રેસ છે સોંદર્યા શર્મા. હા, જી, સોંદર્યા શર્મા છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકામાં લૉકડાઉનના કારણે ફસાઇ છે, આ અંગે તેને ખુદ ખુલાસો કર્યો છે.
અભિનેત્રી સોંદર્યા શર્મા કૉવિડ-19ના કારણે હાલ લૉસ એન્જેલિસમાં ફસાયેલી છે. તેને પોતાના દુઃખને વ્યક્ત કરતા કહ્યું કે, તે પોતાની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પણ મહામહેનતે મેળવી શકે છે. તેને કહ્યું આવા સમયે બીજા દેશમાં રહેવુ કોઇ પડકારથી કમ નથી, આ અનુભવ જિંદગીને બદલી નાંખે એવો છે. તેને કહ્યું કે હું ભારત ક્યારે આવીશ તે વિચારી પણ નથી શકતી.
સોંદર્યા શર્માએ આ અંગે જણાવ્યું કે, સાચુ કહુ તો, આ મારા માટે જિંદગીભરની એક સીખ છે. મે લૉસ એન્જેલિસ જેવી જગ્યાએ લૉકડાઉનમાં ક્યારેય ફસાઇ જવા વિશે વિચાર્યુ પણ ન હતુ.
અભિનેત્રી લૉકડાઉનમાં અમેરિકામાં કઇ રીતે ફસાઇ ગઇ તે અંગે પણ ખુલાસો કર્યો, તેને કહ્યું તે અહીં લી સ્ટ્રાસબર્ગ અને ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાં એક એક્ટિંગ કોર્સમાં સામેલ થવા માટે આવી હતી, અને જે દિવસે મહામારીની જાહેરાત થઇ, તે દિવસે અમે યુનિવર્સિટી સ્ટૂડિયોમાં શૂટિંગ કરી રહ્યાં હતા. તે દિવસથી બધુ એકદમ બદલાઇ ગયુ.
મને અહીંનો અનુભવ અલગ લાગ્યો, પહેલા કોરોના, અને પછી અહીં થઇ રહેલા વિરોધ પ્રદર્શને સ્થિતિ એકદમ બદલીને મુકી દીધી છે. મને ઘણીબધી વસ્તુઓ શીખવા મળી.
અભિનયની વાત કરીએ તો તાજેતરમાં જ સોંદર્યા શર્મા વેબ સીરીઝ રક્તાંચલમાં જોવા મળી હતી. આની કહાની એંસીના દાયકામાં ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલ પર આધારિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement