(Source: ECI/ABP News/ABP Majha)
Adipurush : રૂ. 500 કરોડમાં બનેલી ફિલ્મ 'આદિપુરૂષ' મફતમાં જોવી છે? તો ભરો એક ફોર્મ
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ'ને 'કાર્તિકેય 2' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતાઓ તરફથી પ્રી-રિલિઝ ભેટ મળી છે. હકીકતે નિર્માતાએ 'આદિપુરુષ'ની 10 હજાર ટિકિટ ખરીદી છે.
Film Adipurish : પ્રભાસની મેગાબજેટ ફિલ્મ આદિપુરુષ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સ અને ફેન્સ બંને આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ'ને 'કાર્તિકેય 2' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતાઓ તરફથી પ્રી-રિલિઝ ભેટ મળી છે. હકીકતે નિર્માતાએ 'આદિપુરુષ'ની 10 હજાર ટિકિટ ખરીદી છે અને શ્રી રામના નામે દાન આપવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન તાન્હાજી ફેમ ઓમ રાઉતે કર્યું છે.
ટિકિટનું થશે મહાદાન
કાર્તિકેય 2 ના નિર્માતા અભિષેક અગ્રવાલે બુધવારે જાહેરાત કરી કે, તે પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' માટે 10,000 ટિકિટ દાન કરશે. તેમણે ટ્વિટર પર આ અંગે સત્તાવાર પોસ્ટ પણ કરી છે. તેમણે કહ્યું કે, આદિપુરુષની ઉજવણી કરવાનો અવસર છે. શ્રી રામ પ્રત્યેની મારી ભક્તિ અને શ્રદ્ધાને કારણે મેં આદિપુરુષ માટે દસ હજાર ટિકિટ ખરીદવાનું નક્કી કર્યું છે. આ ટીકિટોને તેલંગાણામાં સરકારી શાળાઓ, અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમમાં દાનમાં આપવાનું નક્કી કર્યું છે. જો તમે ટિકિટ મેળવવા માંગતા હો તો કૃપા કરીને નીચે આપેલ ફોર્મ ભરી શકો છો.
પ્રશંસનીય પગલું
હવે અભિષેક અગ્રવાલના આ પગલાની પ્રભાસ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેણે લખ્યું, 'સર, આ ખરેખર પ્રશંસનીય પગલું છે.' આ ઉપરાંત તમામ ચાહકોએ પણ અભિષેક અગ્રવાલને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આદિપુરુષના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે, તેઓ દરેક થિયેટરમાં હનુમાનજી માટે એક સીટ ખાલી રાખશે.
#Adipurush is a once in a lifetime movie which needs to be celebrated by one and all.
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) June 7, 2023
Out of my devotion for Lord Shree Ram, I have decided to give 10,000+ tickets to the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free.
Fill the Google form with your… pic.twitter.com/1PbqpW9Eh6
રિલિઝ પહેલા જ આદિપુરૂષનો સપાટો!!!
જાહેર છે કે, 'આદિપુરુષ'ની લોકો ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ અધધ 500 કરોડના ખર્ચે બની હોવાનું કહેવાય છે. પરંતુ રિલીઝ પહેલા જ તેણે 80 ટકાથી વધારે તો કમાણી કરી પણ લીધી છે. આ વાતને લઈને તમે થોડી મૂંઝવણ અનુભવતા હશો કે આ કેવી રીતે શક્ય છે? આ વાતને માત્ર ફેકમ ફેંક ના ગણો. બજારના આ આંકડાને સમજવા થોડો સમય કાઢો. તો જાણો કેવી રીતે પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની 'આદિપુરુષ'એ રિલીઝ પહેલા જ બજેટનો એક તૃતીયાંશ કમાણી કરી લીધી છે?
જેના પરથી કહી શકાય કે ફિલ્મના મેકર્સને નુકસાન થવાનો સવાલ જ નથી. તો ચાલો વિલંબ કર્યા વિના તમને જણાવીએ કે આ વાત કેટલી હદે સાચી છે કે 'આદિપુરુષ' રિલીઝ પહેલા જ 432 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચુકી છે. 'બોલીવુડ હંગામા'ના અહેવાલ મુજબ, આદિપુરુષનું કુલ બજેટ 500 કરોડ રૂપિયા છે. જ્યારે ઓમ રાઉતની ફિલ્મે થિયેટરમાં રિલીઝમાં રિલિઝ થાય તે પહેલા જ 432 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. એટલે કે, ફિલ્મે કુલ બજેટના 85% વસૂલ પણ કરી લીધા છે. આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.