શોધખોળ કરો
Advertisement
વ્યૂઅરશિપ મામલામાં 'લક્ષ્મી'એ તોડ્યો સુશાંત સિંહની 'દિલ બેચારા'નો રેકોર્ડ, જાણો વિગતે
ઓનલાઇન પ્લેટફોર્મ અનુસાર, ફિલ્મએ વ્યૂઅરશિપ મામલામાં રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મએ રિલીઝ થયાના એક કલાકની અંદર જ વ્યૂઅરશિપના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે
મુંબઇઃ અક્ષય કુમાર અને કિયારા અડવાણી સ્ટારર હૉરર-કૉમેડી ફિલ્મ લક્ષ્મી ખુબ વિવાદોમાં સપડાઇ, અને હવે 9 નવેમ્બરે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ કરી દેવામાં આવી છે. ફિલ્મને રાઘવ લૉરેન્સે ડાયરેક્ટ કરી છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી ઉપરાંત ફિલ્મમાં આયશા રજા મિશ્રા, શરદ કેલકર, તરુણ અરોડા, અશ્વિની કલસેકર, મનુ ઋષિ ચઢ્ઢા, રાજેશ શર્મા અને અન્ય બેસ્ટ કલાકર છે. ફિલ્મને ભલે સારી રેટિંગ ના મળી હોય પરંતુ આને કેટલાય રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
ઓનલાઇન પ્લેટફોર્મ અનુસાર, ફિલ્મએ વ્યૂઅરશિપ મામલામાં રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મએ રિલીઝ થયાના એક કલાકની અંદર જ વ્યૂઅરશિપના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ રીતની પૉસ્ટ ડિઝ્ની પ્લસ હૉટસ્ટારે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના રિલીઝ બાદ પણ કરી હતી.
ડિઝ્ની પ્લસ હૉટસ્ટારે ફેન્સનો માન્યો આભાર
ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની ઇન્સ્ટા પૉસ્ટમાં ફિલ્મનુ મૉશન પૉસ્ટર શેર કરતા લખ્યું- લક્ષ્મીએ તમામ રેકોર્ડ તોડી દીધા, આ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ બની છે. પ્રેમ માટે તમારા બધાનો આભાર. ફિલ્મના રિલીઝ થયા બાદ અક્ષય કુમારે પણ ફેન્સનો આભાર માનતા એક નિવેદન આપ્યુ હતુ.
ખાસ વાત છે કે શરદ કેલકરનો ફિલ્મમાં નાનો રૉલ છે, પરંતુ ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મમાં શરદનો અભિનય દમદાર છે. સોશ્યલ મીડિયા પર પણ અક્ષયથી વધારે લોકો શરદ કેલકરની પ્રસંશા કરી રહ્યાં છે. ફિલ્મમાં સાઇડ રૉલ નિભાવીને પણ શરદ કેલકર પ્રસંશાને પાત્ર બન્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement