શોધખોળ કરો
Advertisement
'બચ્ચન પાંડે'નુ શૂટિંગ શરૂ, ગેન્ગસ્ટર બનેલા અક્ષય કુમારનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જુઓ તસવીર
ટીમને ગડીસર તળાવ અને જાયસાલકોટ જેવી જગ્યાઓ પર શૂટિંગ કરવાની આશા છે. ફિલ્મનુ શૂટિંગ માર્ચ સુધી ચાલશે
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારે અભિનેત્રી કૃતિ સેનન અને જેકલિન ફર્નાન્ડિઝની સાથે બુધવારે જેસલમેરમાં પોતાની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે'નુ શૂટિંગ શરૂ કરી દીધુ છે. શૂટિંગ પરથી અક્ષય કુમારની પહેલી તસવીર પણ સામે આવી ગઇ છે.
આ ફિલ્મમાં અક્ષય એક ગેન્ગસ્ટરની ભૂમિકામાં છે, જે તસવીર સામે આવી છે તેમાં અક્ષય કુમાર બ્લેક કુર્તા પહેરેલો દેખાઇ રહ્યો છે, તેના માથા પર પાઘડી છે અને ચહેરા પર ગુસ્સો દેખાઇ રહ્યો છે.
ટીમને ગડીસર તળાવ અને જાયસાલકોટ જેવી જગ્યાઓ પર શૂટિંગ કરવાની આશા છે. ફિલ્મનુ શૂટિંગ માર્ચ સુધી ચાલશે.
વળી, કૃતિ સેનન આમાં એક પત્રકારની ભૂમિકામાં છે, આ પત્રકાર ડાયરેક્ટર બનાવા ઇચ્છે છે, ફિલ્મમાં અરશદ વારસી પણ છે, જે અક્ષય કુમારના મિત્રની ભૂમિકા નિભાવી રહ્યો છે.
કૃતિ સેનન આ ફિલ્મને લઇને ખુબ ઉત્સાહિત છે, આ પહેલા કૃતિ સેનન અક્ષય કુમારની સાથે ફિલ્મ હાઉસફૂલ 4માં પણ કામ કરી ચૂકી છે. કૃતિએ ફિલ્મના શૂટિંગના સેટની એક તસવીર પણ શેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
દેશ
Advertisement