(Source: ECI/ABP News/ABP Majha)
Salim Khan Birthday: આખરે સલીમ ખાન કેમ નથી કરતા સલમાન ખાન સાથે કામ, કર્યો ખુલાસો
Salim Khan Birthday: યુવા પેઢી સલીમ ખાનને બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના પિતા તરીકે જાણે છે. પરંતુ તેમના સમયમાં સલીમ ખાને લેખકોની દુનિયામાં મોટું નામ કમાવ્યું હતું.
Salim Khan Birthday: યુવા પેઢી સલીમ ખાનને બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના પિતા તરીકે જાણે છે. પરંતુ તેમના સમયમાં સલીમ ખાને લેખકોની દુનિયામાં મોટું નામ મેળવ્યું હતું. સલમાન ખાને ફિલ્મોમાં પ્રવેશ કર્યો તે પહેલાં સલીમે જાવેદ અખ્તર સાથે મળીને હિન્દી સિનેમાને નામ આપનાર લેખક તરીકે ફિલ્મોની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું.
1970ના દાયકામાં સલીમ-જાવેદની 'એન્ગ્રી યંગ મેન' ઓળખ સમયની સાથે તાલ મિલાવી રહી અને તેને અત્યાર સુધીના સૌથી લોકપ્રિય ફિલ્મ લેખક બનાવ્યા. 1982માં સલીમ-જાવેદના વિભાજન પછી સલીમ ખાને માત્ર થોડા રાઈટીંગ પ્રોજેક્ટ્સ લેવાનું પસંદ કર્યું અને વર્ષોથી તેઓ સંપૂર્ણ રીતે લેખનથી દુર છે.
સલમાન, અરબાઝ અને સોહેલ પિતા પાસે લે છે સલાહ
સલમાન અને તેના ભાઈઓ અરબાઝ અને સોહેલે અગાઉ ઉલ્લેખ કર્યો છે કે તેઓ તેમની આગામી ફિલ્મો માટે તેમના પિતાની સલાહ લે છે, પરંતુ સલીમે આમાંથી કોઈ ફિલ્મ લખી નથી. એક સમયે દિવાર, ત્રિશુલ, શોલે અને યાદો કી બારાત જેવા હિન્દી સિનેમાના ક્લાસિક લખવા માટે જાણીતા વ્યક્તિ હવે ફિલ્મો લખતા નથી અને થોડા વર્ષો પહેલા તેઓએ તેનું કારણ શેર કર્યું હતું.
સલીમ ખાન સલમાન ખાન સાથે કેમ કામ નથી કરતા?
2014માં ઈન્દુ મિરાની સાથેની વાતચીતમાં સલીમે શેર કર્યું હતું કે જો તે અન્ય નિર્માતાઓને પોતાની સ્ક્રિપ્ટો બતાવશે તેઓ તરત જ અનુમાન કરશે કે જો તેણે ખરેખર સારી સ્ક્રિપ્ટ લખી હોય તો તે તેના પુત્ર સલમાન સાથે ફિલ્મ બનાવશે. "જ્યારે કોઈ વ્યક્તિ કોઈની પાસે જાય છે, ત્યારે તે કહે છે કે 'સર, મારી પાસે એક ખુબ જ સરસ સ્ક્રીપ્ટ છે તમે સાંભળી લો. પછી તેઓ એવું વિચારશે કે જો તેની પાસે આટલી અદ્ભુત સ્ક્રિપ્ટ હતી તેને તેના દીકરાઓ પાસે ફિલ્મ કેમ ના બનાવી.
સલીમે કહ્યું કે જો તે સલમાન સાથે દરેક ફિલ્મ બનાવવાનું શરૂ કરશે તો તે એક મોટું જોખમ હશે. તેમણે કહ્યું, આ વાત સલમાન માટે પણ જોખમી સાબિત થઇ શકે છે જો હિટ થયો તો સરસ અને ના થઇ તો પિતાનું નામ ઉછાળવામાં આવશે