શોધખોળ કરો
Advertisement
9 વર્ષની આરાધ્યાએ દાદા અમિતાભ બચ્ચન સાથે રેકોર્ડ કર્યું ગીત, સામે આવી તસવીર
78 વર્ષના અમિતાભ બચ્ચન કામની સાથે સાથે પરિવારને પણ સમય આપવાનું નથી ભુલતા. હાલમાં જ તેમણે ટ્વિટર પર પૌત્રી આરાધ્યા, એશ્વર્યા અને અભિષેક બચ્ચન સાથે કેટલીક તસવીરો શેર કરી છે.
મુંબઈ: 78 વર્ષના અમિતાભ બચ્ચન કામની સાથે સાથે પરિવારને પણ સમય આપવાનું નથી ભુલતા. હાલમાં જ તેમણે ટ્વિટર પર પૌત્રી આરાધ્યા, એશ્વર્યા અને અભિષેક બચ્ચન સાથે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બિગ બી પોતાની 9 વર્ષની પૌત્રી આરાધ્યા સાથે રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં ગીત રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે. આરાધ્યા દાદા સાથે રેકોર્ડિંગમાં વ્યસ્ત છે અને અભિષેક-એશ્વર્યા બેસી તેને જોઈ રહ્યા છે.
અમિતાભ બચ્ચને ગીત રેકોર્ડિંગની જાણકારી આપતા ટ્વિટ પર લખ્યું, 'કાલે સવારે... જશ્નની શરૂઆત થવા જઈ રહી છે... પરંતુ કેમ... આ માત્ર અન્ય દિવસ છે, એક અન્ય વર્ષ છે.. તેનાથી સારૂ છે પરિવાર સાથે મ્યુઝિક બનાવવું.
9 વર્ષની આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011ના મુંબઈમાં થયો હતો. તે મુંબઈની ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેને સિંગિંગ અને ડાન્સિંગનો ખૂબ જ શોખ છે. તે સ્કૂલના ફંકશન પર પરફોર્મ કરે છે ત્યારે તેની તસવીરો વીડિયો વાયરલ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement