શોધખોળ કરો
આ એક્ટ્રેસે મુંબઈમાં કરી લીધો આપઘાત, મોત પહેલાં ફેસબુક પર આવીને શું કહ્યું?
અનુપમા પાઠક પોતાની જિંદગી ટુંકાવતા પહેલા તેને કથિત રીતે કહ્યું કે કોઇના પર પણ વિશ્વાસ કરવા જેવો નથી. તેને કહ્યું લોકો ઇમાનદાર લોકોનો ફાયદો ઉઠાવે છે
નવી દિલ્હીઃ ફિલ્મી દુનિયામાં આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકે મુંબઇના દહિસર સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. 40 વર્ષીય અભિનેત્રીએ 2જી ઓગસ્ટે પોતાની જિંદગીને ખતમ કરી નાંખી હતી. અભિનેત્રીએ આ પગલુ ભરતા પહેલા ફેસબુક પર પોતાનો એક 10 મિનીટનો વીડિયો પૉસ્ટ કર્યો હતો, અને તેમાં પોતાના દુઃખને વર્ણવ્યુ હતુ. વીડિયોમાં તેને લોકોને કોઇના પર પણ વિશ્વાસ ના કરવાનું કહ્યું હતુ.
અનુપમા પાઠક પોતાની જિંદગી ટુંકાવતા પહેલા તેને કથિત રીતે કહ્યું કે કોઇના પર પણ વિશ્વાસ કરવા જેવો નથી. તેને કહ્યું લોકો ઇમાનદાર લોકોનો ફાયદો ઉઠાવે છે.
અભિનેત્રી અનુપમા પાઠકએ ફેસબુક લાઇવ વીડિયોમાં કહ્યું- જો તમે કોઇને કહો છો કે તમે કેટલીક સમસ્યાઓમાં છો, અને આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યાં છો, તો તે વ્યક્તિ, ભલે ગમે તેટલો સારો મિત્ર જ કેમ ના હોય, તે ખુદને તરતજ તમારી સમસ્યાઓથી દુર રાખવાનુ કરશે, જેથી તે તમારા મર્યા બાદ મુસીબતમાં ના ફસાય. આ ઉપરાંત લોકો તમારી મજાક ઉડાવશે અને બીજાઓની સામે તમારુ અપમાન કરશે, એટલે ક્યારેય પોતાની સમસ્યાઓને બીજાની સાથે શેર ના કરવી, અને ક્યારેય કોઇને પોતાનો મિત્ર ના સમજો.
અભિનેત્રીએ વીડિયોમાં કહ્યું- મેં મારી જિંદગીમાં એ શીખ્યુ છે કે લોકો બહુજ સ્વાર્થી છે, અને બીજાઓની પરવાહ નથી કરતા.
ભોજપુરી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અનુપમા પાઠક બિહારના પૂર્ણિયા જિલ્લાની છે, અને કામના ઉદેશ્યથી તે મુંબઇમાં રહેતી હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, અને તપાસ શરૂ થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement