Bhool Bhulaiyaa 2 : પ્રથમ દિવસે કાર્તિક આર્યનની ફિલ્મનો કમાલ, આટલા કરોડ રૂપિયાની કરી કમાણી
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ને રીલિઝ થયાના પ્રથમ દિવસે સારો રિસ્પોન્સ મળ્યો છે
મુંબઇઃ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ને રીલિઝ થયાના પ્રથમ દિવસે સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે ફિલ્મના વખાણ કરતા લોકો થાકતા નથી. હવે ફિલ્મના પ્રથમ દિવસના બોક્સ ઓફિસની કમાણીના આંકડાઓ જાહેર થયા છે.
‘BhoolBhulaiyaa2’ has more footfalls in national multiplex chains today than ‘RRR’(Hindi) had on its 1st day! ‘RRR’(Hindi) netted approx. Rs.8.25crore in multiplexes of national chains but ‘BB2’ may do around Rs. 7.5 crore. Only 10% less on collections..at 25% lower ticket rates!
— Komal Nahta (@KomalNahta) May 20, 2022
ભૂલ ભૂલૈયા 2એ કેટલી કરી કમાણી?
કહેવામાં આવી રહ્યું છે કે ‘ભૂલ ભૂલૈયા 2’ એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે સારી કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મ ભૂલ ભૂલૈયા 2એ બોક્સ ઓફિસ પર 13.75 થી 14.75 કરોડની કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટના કહેવા પ્રમાણે આ હોરર કોમેડી ફિલ્મ ડબલ ડિજિટમાં કમાણી કરશે. ભૂલ ભૂલૈયા 2 દેશભરમાં 3200 થી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે. તેને ચાહકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાતાના જણાવ્યું હતું કે ભૂલ ભૂલૈયા 2 જોવા માટે વધુ લોકો થિયેટર્સમાં પહોંચી રહ્યા છે. રાજામૌલીની ફિલ્મ RRRના હિન્દી વર્ઝન કરતાં કાર્તિકની ફિલ્મની ડિમાન્ડ વધુ છે. શરૂઆતના દિવસે ભૂલ ભૂલૈયા 2ની લગભગ 8.50 લાખ રૂપિયાની ટિકિટ વેચાઇ છે. એવું માનવામાં આવે છે કે આ એવી ફિલ્મ છે જે બોલીવૂડમાં કમાણીનો દુકાળ દૂર કરશે.
ભૂલ ભૂલૈયા 2 ની વાર્તા રાજસ્થાનના એક પરિવાર અને મંજૂલિકા વિશે છે. ફિલ્મમાં કાર્તિક આર્યન ઢોંગી બાબાની ભૂમિકામાં છે, જે ભૂત સાથે વાત કરવાનો દાવો કરે છે. ફિલ્મમાં તેની સાથે તબ્બુ, રાજપાલ યાદવ, કિયારા અડવાણી અને સંજય મિશ્રા સહિત અન્ય સ્ટાર્સ છે.