શોધખોળ કરો
મુંબઇઃ એક્ટર અક્ષત ઉત્કર્ષનુ સંદિગ્ધ હાલતમાં મોત, પરિવારે પોલીસ પર લગાવ્યો તપાસ ના કરવાનો આરોપ
પોલીસે અક્ષતના પૉસ્ટમૉર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપી દીધો, ત્યારબાદ પરિવાર મૃતદેહ બિહાર લઇ ગયા, આ મામલામાં પરિવારે મુંબઇ પોલીસ પર તપાસ ના કરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે અક્ષતની મોતને સંદિગ્ધ ગણાવી છે

મુંબઇઃ મુંબઇના અંધેરી વિસ્તારમાં 26 વર્ષીય સ્ટ્રગલિંગ એક્ટર અક્ષત ઉત્કર્ષ ચૌધરીનો કથિત રીતે આપઘાતનો મામલો સામે આવ્યો છે. અક્ષતે રવિવારે રાત્રે અંધેરીમાં પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઇ લીધો, તે મૂળ રીતે બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી હતો.
પોલીસે અક્ષતના પૉસ્ટમૉર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપી દીધો, ત્યારબાદ પરિવાર મૃતદેહ બિહાર લઇ ગયા, આ મામલામાં પરિવારે મુંબઇ પોલીસ પર તપાસ ના કરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે અક્ષતની મોતને સંદિગ્ધ ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે લખનઉથી એમબીએનો અભ્યાસ કરીને અક્ષત ભોજપુરી ફિલ્મોમાં કિસ્મત અજમાવવા મુંબઇ આવ્યો હતો. તે મુઝફ્ફરપુરના સિંકદરપુર વિસ્તારનો રહેવાસી હતો, પિતાનુ નામ રાજૂ ચૌધરી છે. અક્ષત છેલ્લા બે વર્ષોથી મુંબઇમાં હતો અને અંધેરી વેસ્ટના સુરેશ નગર સ્થિત ભાડાના ફ્લેટમાં રહેતો હતો.
અક્ષતના કાકા વિક્રમ કિશોરે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યુ કે અક્ષતની સાથે એક બીજી સ્ટ્રગલિંગ સ્નેહા ચૌહાન રહેતી હતી, સ્નેહા ચૌહાણ અને અક્ષત વચ્ચે ખુબ નજીકના સંબંધો હતા. આ ઉપરાંત કાકા વિક્રમે આકાંક્ષા દુબે નામની બીજી છોકરી વિશે પણ જણાવ્યુ છે, જે અક્ષતની એમબીએની ક્લાસમેટ રહી છે, અને તેની સાથે પણ અક્ષતની મિત્રતા હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Advertisement





















