Nora Fatehi Defamation Case: નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડિસ સામે 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરતા ચકચાર
Nora Fatehi Files Defamation: અભિનેતા અને ડાન્સર નોરા ફતેહીએ સોમવારે (12 ડિસેમ્બર) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સામે 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ન્યૂ
Nora Fatehi Files Defamation: અભિનેતા અને ડાન્સર નોરા ફતેહીએ સોમવારે (12 ડિસેમ્બર) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સામે 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, એવો આરોપ છે કે જેકલીન ફર્નાન્ડિઝે ખરાબ ઈરાદાથી ખોટા નિવેદનો આપ્યા હતા. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં માસ્ટર માઈન્ડ સુકેશ ચંદ્રશેખર મુખ્ય આરોપી છે.
નોરા ફતેહીએ તેના વકીલ મારફતે દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે આરોપી નંબર-1 (જેકલીન ફર્નાન્ડિસ) વતી તેણીના આર્થિક, સામાજિક અને અંગત જીવનને બરબાદ કરવા સુનિશ્ચિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેની ઝડપથી આગળ વધી રહેલી કારકિર્દીએ તેના હરીફોમાં સ્પષ્ટપણે ડર પેદા કર્યો છે જે તેની સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ છે.
મની લોન્ડરિંગ કેસમાં બંનેની પૂછપરછ કરવામાં આવી હતી
મની લોન્ડરિંગના આ કેસમાં નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિસ બંનેની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ સામે ચાર્જશીટ કરવામાં આવી છે. ED અનુસાર, બંને અભિનેત્રીઓને કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટ મળી હતી. 2 ડિસેમ્બરે પોતાનું નિવેદન નોંધ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઑફિસમાંથી બહાર આવીને નોરાએ કહ્યું હતું કે તેણે સુકેશ પાસેથી કોઈ ભેટ લીધી નથી.
જેકલીન સોમવારે પણ કોર્ટમાં હાજર થઈ હતી
સોમવારે પણ દિલ્હીની કોર્ટમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અને ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જેકલીન ફર્નાન્ડિસ પણ કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટમાં આ કેસની સુનાવણી એક સપ્તાહ માટે મુલતવી રાખવામાં આવી છે.
જેકલીન ફર્નાન્ડિસને જામીન મળી ગયા છે
સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકે કેસની સુનાવણી 20 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે જ્યારે જેકલીનના વકીલે જણાવ્યું હતું કે જેકલીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી ચાર્જશીટની સંપૂર્ણ નકલ અને અન્ય દસ્તાવેજો મળ્યા નથી. 15 નવેમ્બરે કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને નિયમિત જામીન આપ્યા હતા. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી નથી.