શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત કેસઃ CBIની SIT ટીમ આજે જશે મુંબઇ, પોલીસે કોઓર્ડિનેશન માટે નિયુક્ત કર્યા DGP રેન્કના અધિકારી
કહેવાઇ રહ્યું છે કે સીબીઆઇની ટીમ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઘરે પણ જઇ શકે છે. મુંબઇ પોલીસે ડીજીપી અભિષેક મુખેને સીબીઆઇની એસઆઇટી ટીમની સાથે કોઓર્ડિનેશન માટે નિયુક્ત કરવામાં આવ્યા છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇની એસઆઇટી ટીમ મુંબઇ પહોંચશે. સીબીઆઇની એસઆઇટી ટીમ સાથે કોઓર્ડિનેશન માટે મુંબઇ પોલીસે ડીજીપી રેન્કના અધિકારીને નિયુક્ત કર્યા છે. સીબીઆઇ સુત્રો અનુસાર એસઆઇટીની ટીમ સાત દિવસ સુધી ત્યાં તપાસ કરશે, પછી બીજી ટીમ આવશે. આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે સીબીઆઇની ટીમ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઘરે પણ જઇ શકે છે. મુંબઇ પોલીસે ડીજીપી અભિષેક મુખેને સીબીઆઇની એસઆઇટી ટીમની સાથે કોઓર્ડિનેશન માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સુશાંત સિંહ રાજપૂત મામલામાં સીબીઆઇએ પહેલા જ એસઆઇટીનુ ગઠન કરી દીધુ હતુ. આને લઇને સીબીઆઇ બુધવારે હેડઓફિસમાં બેઠક કરવામાં આવી અને રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી કે આને કઇ રીતે હેન્ડલ કરવામાં આવે. બેઠકમાં સીબીઆઇના કાયદાકીય અધિકારી પણ સામેલ થયા હતા. સીબીઆઇ હજુ મુંબઇ પોલીસના વલણ પર નજર રાખી રહી છે.
ગઠન બાદ સીબીઆઇની એસઆઇટીની ટીમ મુંબઇ પહોંચી જશે. મુંબઇ પહોંચ્યા બાદ આ ટીમ ક્રાઇમ સીનને રિક્રિએટ કરશે, અને રિયા ચક્રવર્તી અને તેના પરિવારના લોકો સાથે પણ પુછપરછ કરશે. ક્રાઇમ સીન પર એસઆઇટીની ટીમની સાથે ફોરેન્સિકની ટીમ પણ જશે.
આ પહેલા સુશાંત કેસમાં પોતાનો ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું- એક પ્રતિભાશાળી અભિનેતાનુ મોતનુ સત્ય બધા જાણવા માંગે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યુ હતુ ત્યારે મુંબઇ પોલીસે એડીઆર નોંધાવી હતી. પોસ્ટમોર્ટ્મ બાદ મુંબઇ પોલીસે સંજ્ઞેય અપરાધ નહીં માનીને આ કેસની એફઆઇઆર ન હતી નોંધી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પટનામાં નોંધાયેલી એફઆઇઆર બિલકુલ યોગ્ય છે, અને આ કેસને ધ્યાનમાં રાખીને અમે અમારી વિશેષ શક્તિ અંતર્ગત તપાસ સીબીઆઇને સોંપી રહ્યાં છીએ. હવે આ મામલા સાથે જોડાયેલી દરેક કડીઓની તપાસ સીબીઆઇ જ કરશે.
નોંધનીય છે કે, સુશાંત સિંહે 14 જૂને પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદામાં મુંબઇ પોલીસે કેસને લઇને તપાસ શરૂ કરી હતી. જોકે, સુશાંતના પિતાને તપાસ યોગ્ય ના લાગતા તેમને બિહારના પટનામાં એફઆઇઆર નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion