શોધખોળ કરો
Advertisement
‘તાનાજી’ના વાયરલ વીડિયોથી બબાલઃ પીએમ મોદીને છત્રપતિ શિવાજી તો અમિત શાહને તાનાજી બતાવાયા
ખરેખરમાં, હાલ સોશ્યલ મીડિયામાં એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, ફિલ્મ ‘તાનાજી’ના ટ્રેલરના આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે
મુંબઇઃ બૉલીવુડ ફિલ્મ ‘તાનાજી- ધ અનસંગ વૉરિયર’ હાલ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સારી કમાણીના કારણે તો ફિલ્મ ચર્ચામાં છે જ પણ હવે એક નવી રીતે ચર્ચામાં આવી છે. એટલે કે ખરેખર ‘તાનાજી’ના એક વાયરલ વીડિયોને લઇને વિવાદ થવાથી ફિલ્મ ચર્ચમાં આવી છે. વાયરલ થયેલા એક વીડિયો પીએમ મોદીને છત્રપતિ શિવાજી મહારાજ બતાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
ખરેખરમાં, હાલ સોશ્યલ મીડિયામાં એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, ફિલ્મ ‘તાનાજી’ના ટ્રેલરના આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. દોઢ મિનીટના આ વીડિયોમાં પાત્રોના ચહેરાઓને રાજકીય ચહેરાઓ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં પીએમ મોદીને છત્રપતિ શિવાજી મહારાજ બતાવવામાં આવ્યા છે.
‘તાનાજી’ના આ વાયરલ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તાનાજી તરીકે દર્શાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને રાકંપાના નેતા અનિલ દેશમુખને વીડિયોની નિંદા કરી છે, અને કહ્યું કે સરકાર યુટ્યૂબ પાસે આ મુદ્દાને ઉઠાવશે.
સૌથી પહેલા આ ક્લિક ટ્વીટર હેન્ડલ ‘પૉલિટિકલ કીડા’ પર પૉસ્ટ કરવામાં આવી, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઉદયભાન સિંહ રાઠોડના રૂપમાં બતાવવામાં આવ્યા છે.
શિવસેના સહિત બીજા વિપક્ષી નેતાઓ અને પક્ષોએ આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યુ છે, તેમનુ કહેવુ છે કે, આ રીતે છત્રપતિ શિવાજી મહારાજનુ અપમાન સહન નહીં કરવામાં આવે, અને યુટ્યૂબ પાસે આ મુદ્દાને ઉઠાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement