શોધખોળ કરો

Deepika Padukone: Oscar 2023મા ભાગ લઈને ભારત પર ફરી દીપિકા, એરપોર્ટ પર પાપારાઝીને આપી કિલર સ્માઈલ

Deepika Padukone: ઓસ્કાર 2023 પ્રેઝેન્ટ કર્યા બાદ પ્રથમ વખત દીપિકા પાદુકોણ શુક્રવારે રાત્રે એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રી અમેરિકાથી પરત આવી હતી. આ દરમિયાન, પાપારાઝીએ તેની તસવીરો ક્લિક કરી હતી.

Deepika Padukone: ઓસ્કાર 2023 પ્રેઝેન્ટ કર્યા બાદ પ્રથમ વખત દીપિકા પાદુકોણ શુક્રવારે રાત્રે એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રી અમેરિકાથી પરત આવી હતી. આ દરમિયાન, પાપારાઝીએ તેની તસવીરો ક્લિક કરી હતી. દીપિકા પાદુકોણ શુક્રવારે લોસ એન્જલસમાં 95માં એકેડેમી એવોર્ડ ફંક્શનમાં હાજરી આપીને અમેરિકાથી ભારત પરત ફરી હતી. મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીએ તેને પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ઓલ બ્લેક લુકમાં અદભૂત લાગી રહી હતી.

દીપિકાએ બ્લેક પેન્ટ અને બ્લેક બૂટ સાથે બ્લેક ટોપ પહેર્યું હતું અને મેચિંગ સનગ્લાસ પહેર્યા હતા. આ લુકમાં અભિનેત્રીનો સ્વેગ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. દીપિકાએ મેચિંગ બ્લેક બેગ સાથે મેચિંગ બ્લેક આઉટફિટ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. દીપિકાના એરપોર્ટ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. દીપિકા એરપોર્ટ પર પાપારાઝીને જોઈને હસતી જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીએ અભિનેત્રીની ખુબ તસવીરો પણ ક્લિક કરી હતી.

એરપોર્ટથી બહાર આવીને દીપિકાએ તેની કારમાં બેસતા પહેલા પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. તસવીરો ક્લિક કરતી વખતે, અભિનેત્રીએ તેની 100 મિલિયન ડોલરની સ્માઈલ પણ ફ્લોન્ટ કરી હતી. સોમવારે આયોજિત ઓસ્કારમાં દીપિકા પાદુકોણ પ્રેઝેંટર્સમાંની એક હતી. તેણીના રેડ કાર્પેટ દેખાવ માટે, તેણીએ ડીઝાઈનર લેબલ Louis Vuitton નું બ્લેક ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. ઓસ્કારમાં, દીપિકાએ સ્ટેજ પર 'RRR' ગીત 'નાટૂ નાટૂ'ના પરફોર્મન્સને સ્ટેજ પર ઈન્ટ્રોડ્યૂઝ કર્યું હતું.

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં રિતિક રોશન સાથે 'ફાઇટર'માં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત એક્શન ડ્રામામાં અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. દીપિકા પાદુકોણ 'પ્રોજેક્ટ કે' માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે પ્રભાસની સાથે દર્શકોનું મનોરંજન કરશે.

લોસ એન્જલસમાં રાજામૌલીના ઘરે યોજાઇ નાટૂ- નાટૂની ઓસ્કાર જીતની પાર્ટી

દક્ષિણ સિનેમાની ફિલ્મ RRR ના નાટૂ- નાટૂ ગીતે 95મા ઓસ્કાર એવોર્ડમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં નાટૂ- નાટૂની ઓસ્કર જીત્યા બાદ પાર્ટીની કેટલીક અંદરની તસવીરો સામે આવી છે. ઓસ્કાર એવોર્ડ 2023માં સાઉથ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ RRR ના સુપરહિટ ગીત નાટૂ- નાટૂએ શ્રેષ્ઠ મૂળ ગીતની કેટેગરી જીતી છે. નાટૂ- નાટૂની આ જીત સાથે ભારતીય સિનેમા માટે એક ઐતિહાસિક ક્ષણ પણ સ્થાપિત થઈ ગઈ છે. નાટૂ- નાટૂની આ જીતની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે, સાથે જ આ ગીતની જીતની ઉજવણી પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં ઓસ્કાર જીત્યા પછી સોમવારે મોડી રાત્રે RRR ડિરેક્ટર એસએસ રાજામૌલીના લોસ એન્જલસના ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદરની તસવીરો સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget