શોધખોળ કરો

જયારે મુંબઈમાં Vikram Gokhaleનું નહોતું ઘર ત્યારે અમિતાભ બચ્ચને આ રીતે કરી હતી મદદ

Vikram Gokhale Death:પીઢ અભિનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં નથી. તેમની ફિલ્મી કારકિર્દીમાં વિક્રમ ગોખલેએ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Amitabh Bachchan-Vikram Gokhale: હિન્દી સિનેમાના પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું 26 નવેમ્બરના રોજ અવસાન થયું. વિક્રમ ગોખલેએ પૂણેની દીનાનાથ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા વિક્રમ ગોખલે લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે લાંબી લડાઈ બાદ તેઓએ ગત રોજ અંતિમ શ્વાસ લીધા હતા. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલેની મિત્રતાની વાતો જાણીતી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જ્યારે બિગ બીએ વિક્રમ ગોખલેની મુંબઈમાં ઘર ન હતું ત્યારે કેવી રીતે મદદ કરી હતી. અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલેની મિત્રતા ખુબ જ જુની છે. આશરે 55થી તેમની વચ્ચે મિત્રતા છે. 

અમિતાભ બચ્ચને વિક્રમ ગોખલેને આ રીતે મદદ કરી

વિક્રમ ગોખલે 26 વર્ષની ઉંમરમાં વર્ષ 1971માં અમિતાભની સાથે ફિલ્મ પરવાનાથી ડેબ્યુ કર્યું હતું. વિક્રમ અને અમિતાભે અગ્નિપથ, ખુદા ગવાહ, પરવાના જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.વિક્રમ ગોખલે તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં માયાનગરી મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે રહેવા માટે ઘર નહોતું. વિક્રમ ગોખલે આશ્રયની શોધમાં મુંબઈમાં ભટકવા લાગ્યા. એક જૂના ઈન્ટરવ્યુમાં વિક્રમ ગોખલેએ ખુલાસો કર્યો હતો કે અમિતાભે તેમને મુંબઈમાં ઘર મેળવવામાં ઘણી મદદ કરી હતી. વિક્રમ ગોખલેએ તે દરમિયાન કહ્યું- 'જ્યારે હું સંઘર્ષના દિવસોમાં મુંબઈ આવ્યો ત્યારે મારી આર્થિક સ્થિતિ બિલકુલ સારી નહોતી. રહેવા માટે માથા પર છત ન હતી, તેની શોધમાં તે દિવસ-રાત ભટકતો હતો. જ્યારે અમિતાભ બચ્ચનને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે અંગત રીતે મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્ય પ્રધાન મનોહર જોશીને એક પત્ર લખ્યો હતો. જેમાં મને ઘરની મદદ કરવા માટે ભલામણ કરી હતી. બિગ બીની મદદથી મને મહારાષ્ટ્ર સરકાર તરફથી સરકારી આવાસ મળ્યું હતું.

વિક્રમ ગોખલે અને અમિતાભ બચ્ચનની મિત્રતા 55 વર્ષ જૂની હતી

અમિતાભ બચ્ચન સાથેની મિત્રતા વિશે વાત કરતાં વિક્રમ ગોખલેએ કહ્યું હતું કે- મને ખૂબ ગર્વ છે કે અમે બંને છેલ્લા 55 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને સારા મિત્રો છીએ. તે જાણીતું છે કે અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલેએ પરવાના, અગ્નિપથ અને ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

ટોપ સ્ટોરી

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget