Drishyam 2: Drishyam 2નું નવું પોસ્ટર રીલિઝ કરાયુ, અજય દેવગણે ફેન્સને પૂછ્યો આ સવાલ
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 2'ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે
Ajay Devgn Drishyam 2: બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 2'ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. પહેલા ભાગની અપાર સફળતા બાદ મેકર્સ ચાહકો માટે 'દ્રશ્યમ પાર્ટ 2'ની ભેટ લાવ્યા છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, દ્રશ્યમના વિજય સલગાંવકરે એટલે કે અજય દેવગણે ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું છે. આ સાથે અજય દેવગને ફેન્સને મોટો સવાલ પૂછ્યો છે.
View this post on Instagram
અજય દેવગણે 'દ્રશ્યમ 2'નું પોસ્ટર શેર કર્યું
શનિવારે અજયે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'દ્રશ્યમ 2'નું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું. 'દ્રશ્યમ 2'નું પોસ્ટર શેર કરવાની સાથે અજયે ચાહકોને એક સવાલ પણ પૂછ્યો હતો. વાસ્તવમાં અજયે આ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું હતું કે સવાલ એ નથી કે તમારી આંખોની સામે શું છે. પ્રશ્ન એ છે કે તમે શું જોઈ રહ્યા છો? દ્રશ્યમ પાર્ટ 1ની જેમ અજય દેવગનનો આ પ્રશ્ન પણ સસ્પેન્સથી ભરેલો છે. જાણવા મળે છે કે થોડા દિવસો પહેલા જ 'દ્રશ્યમ 2'નું શાનદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
'દ્રશ્યમ 2' ક્યારે રિલીઝ થશે?
અજય દેવગણની 'દ્રશ્યમ 2' માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે.'દ્રશ્યમ 2'ના ટીઝર બાદ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી. અજય દેવગણ સ્ટારર 'દ્રશ્યમ 2' આવતા મહિને એટલે કે 18 નવેમ્બરના રોજ થિયેટર્સમા રીલિઝ થશે. 'દ્રશ્યમ 2'નું ટ્રેલર 17 ઓક્ટોબરે રિલીઝ થવાનું છે. આ ફિલ્મમાં અજયની સાથે અભિનેત્રી તબ્બુ, શ્રેયા સરન અને ઈશિતા દત્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.