શોધખોળ કરો
Advertisement
અભય દેઓલની કૉમેન્ટ પર સામે આવ્યુ ફરહાન અખ્તરનુ રિએક્શન, કહ્યું- રિયાલિટી સ્ટાર બનાવા આવ્યા છે?
અભય દેઓલે આજકાલ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપૉટિઝમ પર જબરદસ્ત ચર્ચા કરી રહ્યો છે, તે લૉલિંબ હોવાની વાત કરી રહ્યો છે. આમાં તેને ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારામાં તેના કામને યોગ્ય ક્રેડિટ ના આપવાની ફરિયાદ પણ કરી હતી. હવે આને લઇને ફિલ્મમાં તેના કૉ-સ્ટાર રહી ચૂકેલા ફરહાન અખ્તરનુ નિવેદન સામે આવ્યુ છે
મુંબઇઃએક્ટર અભય દેઓલે આજકાલ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપૉટિઝમ પર જબરદસ્ત ચર્ચા કરી રહ્યો છે, તે લૉલિંબ હોવાની વાત કરી રહ્યો છે. આમાં તેને ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારામાં તેના કામને યોગ્ય ક્રેડિટ ના આપવાની ફરિયાદ પણ કરી હતી. હવે આને લઇને ફિલ્મમાં તેના કૉ-સ્ટાર રહી ચૂકેલા ફરહાન અખ્તરનુ નિવેદન સામે આવ્યુ છે. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા ફરહાન અખ્તેર અભય દેઓલના રિએક્શન પર જવાબ આપ્યો છે.
તેને કહ્યું કે, હંમેશા પોતાના કામ માટે તમે કોઇ બીજાની સ્વીકૃતિ પર નિર્ભર નથી રહી શકતા. તેને કહ્યું તમે હંમેશા રેટ રેસમાં નથી દોડી શકતા. તમારે હંમેશા તમારા કામ માટે બીજાઓની સ્વીકૃતિ પર નિર્ભર ના હોવુ જોઇએ. પોતાના પર વિશ્વાસ રાખો અને તે કામ કરો જે કામ કરવામાં તમને આનંદ મળતો હોય. કોઇને કાંઇ ફરક નથી પડતો કે કોણ કેટલા મેગેજિનના કવર પર આવ્યા છો, અને કોણ કેટલા ન્યૂઝપેપરના કવર પર આવ્યા. શું આ બધા માટે આપણે ઇન્ડસ્ટ્રીમાં છીએ, આપણા ક્રાફ્ટ માટે. શું તમે ઇન્ડસ્ટ્રીમાં રિયાલિટી સ્ટાર બનવા આવ્યા છો.
ફરહાન અખ્તરે કહ્યું, તેમને કંઇ વધારે ફરક નથી પડતો કે તેમને કેટલા અવોર્ડ મળી રહ્યાં છે કેટલી મેગેજિન. તે આ ઇન્ડસ્ટ્રીમાં પોતાા ક્રાફ્ટના કારણે છે. તેને અભય દેઓલની કૉમેન્ટ પર જવાબ આપતા કહ્યું કે તેને શું અનુભવ્યુ તે તેનો પોતાનો અનુભવ છે. હું આના પર વધારે કંઇ નથી કહી શકતો. જો તમારે હંમેશા બીજાની વેલિડેશન જોઇએ તો આ તમને થોડાક સમય માટે આનંદ અપી શકે છે, પરંતુ અંતે તો નિરાશા જ આપશે. તમે તમારા કામેને પ્રેમ કરો.
અભય દેઓલે એક પૉસ્ટમાં કહ્યું હતુ કે, જિંદગી ના મિલેગી દોબારા, વર્ષ 2011માં આવી હતી, આનુ નામ સતત રટી રહ્યો છું આજકાલ. જ્યારે પરેશાન થાઓ તો આ એક સારી ફિલ્મ છે. સાથે તેને કહ્યું હતુ કે, જિંદગી ના મિલેગી દોબારા માટે તેને યોગ્ય એપ્રિસિએશન ન હતુ મળ્યું. એવોર્ડ઼સે તેને સપોર્ટિંગ એક્ટર બનાવી દીધો, અને ઋત્વિકને મેન હીરો. અભયે કહ્યું કે, તેને આનુ ખોટુ નથી લાગ્યુ અને તેને એવોર્ડ નાઇટ્સમાં જવાનુ બંધ કરી દીધુ. વળી, ફરહાનને લઇને તેને કહ્યું હતું કે, તેને આ વર્તનનુ ખોટુ નથી લાગ્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion